Vadodara

લારીધારકોનો વડોદરા પાલિકા વિરુદ્ધ ઉગ્ર વિરોધ, ધરણાં, સૂત્રોચ્ચાર સાથે રજૂઆત

વડોદરા: સુસેન ચાર રસ્તા, તરસાલી-ડેરી રોડ અને મકરપુરા વિસ્તારમાં લારી-ગલ્લાધારકોને વિધિવત નોટિસ વિના લારી હટાવવાની કાર્યવાહી સામે નેશનલ હોકર્સ ફેડરેશનના નેતાંઓની આગેવાનીમાં વડોદરા મહાનગરપાલિકા કચેરીની બહાર ગેટ બંધ હોવા છતાં વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. વેપારીઓએ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 અમલ અને યોગ્ય નોટિસ વિના દૂર કરવા પર વળતરની માંગણી કરી હતી.

વડોદરા શહેરમાં રોજગારી માટે રસ્તા પર આજીવિકાની લડત આપતા લારી-ગલ્લા ધારકો બે દિવસથી વધુ સમયથી પાલિકાની કામગીરી સામે ઉગ્ર વાંધો ઉઠાવ્યો છે. શહેરના સુસેન ચાર રસ્તા, તરસાલી-ડેરી રોડ અને મકરપુરા વિસ્તારોમાં પાલિકા દ્વારા દબાણ શાખાએ લારીઓ હટાવતા વેપારીઓમાં અસંતોષ જોવા મળ્યો છે.

નેશનલ હોકર્સ ફેડરેશનના નેજા હેઠળ મોટી સંખ્યામાં લારી-ગલ્લા ધારકોએ વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે ઉમટીને વિરોધ દર્શાવ્યો. લોકોએ કમિશનરને રજૂઆત કરવા પ્રયાસ કર્યો હતો, પણ પાલિકા કચેરીના મુખ્ય ગેટ બંધ કરી નાખવામાં આવતા, અંદર પ્રવેશ અવરોધાયો હતો, તેથી વિરોધ કરતા વેપારીઓને મજબૂરીથી કચેરીના બહાર, રસ્તા પર જ ધરણાંની કાર્યક્રમ કર્યો હતો.

વેપારીઓના મુખ્ય આક્ષેપ
છેલ્લા ત્રણ દાયકાથી લાયસન્સ ધરાવતા અને નિયમિત વેન્ડિંગ ફી ₹500થી – ₹3,500 ભરતા હોવા છતાં, લારી-ગલ્લાધારકોને વિધિવત નોટિસ વિના ધંધો કરવાની વ્યવસાયમાંથી દૂર કરવામાં આવ્યા છે.
વેપારીઓએ જણાવ્યું કે સર્વે અને નિયમિત પ્રક્રિયા વિના મૌખિક આદેશથી લારીઓ દૂર કરાય છે, જેને વ્યવસાયના અધિકારનો ઉલ્લંઘન ગણાવવામાં આવે છે.
દરેક જપ્ત સામાનની યાદી પર વેપારીઓની સહી લેવાતી નથી, તે યોગ્ય કાર્યવાહી નથી. વેપારીઓને નોટિસ આપ્યાં વિના કાયદાની ગાઈડલાઈન્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો પાણબકારીયા હતા.
સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 અને માંગણીઓ
વેપારીઓએ પ્રમુખ “સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઓફ લિવલિહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) એક્ટ, 2014″ના સંપૂર્ણ અમલ માટે પણ ઉગ્ર માંગ કરી.
ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવા, તમામ લારી-ગલ્લા ધારકોનું નિયમ મુજબ સર્વે કરીને બજારમાં સ્થાન ફાળવી આપવા નું જણાવાયું.
યોગ્ય નોટિસ વિના લારીઓ હટાવવી બંધ કરવા અને નુકસાન માટે વળતર ચૂકવવા પણ માંગ કરવામાં આવી હતી.

Most Popular

To Top