કામરેજ: સુરત શહેરના લસકાણા (Laskana) ખાતે રહેતી લિસ્ટેડ મહિલા બુટલેગર સોનલ છના પટેલે કામરેજના દેલાડ ગામની હદમાં આવેલા અંબિકા ફાર્મમાં (Ambika Farm) વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી ફાર્મ હાઉસની દેખરેખ રાખવા એક ઈસમ રાખ્યો હોવાની માહિતી કામરેજ પોલીસને (Kamraj Police) મળતાં પોલીસે સ્ટાફ સાથે રેડ કરતાં ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1150 કિંમત રૂ.1,80,000 સાથે મહેશ રાયસીંગ રાઠવાને પકડી મોબાઈલ સહિત કુલ 1,80,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા બુટલેગર સોનલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
- કામરેજ પોલીસને મળતાં પોલીસે સ્ટાફ સાથે રેડ
- વિદેશી દારૂની 1150 નંગ બોટલ જપ્ત કરી
- બુટલેગર સોનલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
સુરત ગ્રામ્ય એલસીબીએ દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપી પાડ્યો
પલસાણા: સુરત ગ્રામ્ય એલીસીબીની ટીમે શનિવારે કડોદરા જીઆઇડીસી પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનાના વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડી કડોદરા પોલીસને હવાલે કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકા વિસ્તારમાં સુરત ગ્રામ્ય એલીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કડોદરા જીઆઇડીસી પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી પલસાણાના તાતીથૈયા ગામે ખોડિયાર પેલેસમાં આવેલી શ્રીનાથ સ્વીટ નામની દુકાન પાસે ઊભો છે. જે બાતમી આધારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે સ્થળ ૫૨ જઇ દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી વિનય કુમાર ઉર્ફે પંડિત રાજબહાદુર પાંડેને સુરત ગ્રામ્ય એલીસીબીની ટીમે ઝડપી પાડી કડોદરા પોલીસને હવાલે કર્યો હતો.