Halol

લવકુશ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી સમજણ અને હાસ્ય કાર્યક્રમ યોજાયો

હાલોલ:
હાલોલ તાલુકાના કથોલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત લવકુશ આશ્રમ શાળામાં વિદ્યાર્થી ઓને જીવન ઉપયોગી સમજણ અને હાસ્ય કાર્યક્રમ યોજાયો હતો.

મળતી માહિતી મુજબ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા લવકુશ આશ્રમ શાળામાં કથોલા ખાતે શિક્ષક અને વિદ્યાર્થીઓની વચ્ચે જીવનને લગતી ઉપયોગી વાતોની સમજણ મુખ્યમંત્રી પારિતોષિક વિજેતા જગદીશભાઈ ત્રિવેદીને જેમણે કલા ગુરુ તરીકે સ્વીકારેલ છે ગોધરા નીવાસી દીવાકર ભાઈ શુક્લે કાર્યક્રમ રજૂ કરી પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને અને આશ્રમ શાળાના શિક્ષકોને, કર્મચારી ગણને પોતાની આગવી છટાથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. આચાર્ય રશ્મિકાંત ભાઈ પટેલે પુષ્પ ગુચ્છથી તેમનું સ્વાગત કર્યું અને બાલિકા દ્વારા ચંદન તિલક કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. સંપૂર્ણ કાર્યક્રમમાં વિદ્યાર્થી તથા ઉપસ્થિત સર્વે સુંદર સમજણ મેળવી ત્યારબાદ ઉપસ્થિત સર્વેહસીને લોટપોટ થઈ ગયા હતા આમ જ્ઞાન સાથે ગમ્મતની વાતો થઈ હતી અને મૂળ દીવાકર ભાઈએ કાર્યક્રમમાં સુરીલા કંઠ સાથે ગીતો પણ સરસ કર્યા અને તેઓ પોતાના સ્વખર્ચે પોતાનામાં રહેલું જ્ઞાન અન્ય ઉપયોગી થાય તે હેતુથી કાર્યક્રમમાં હાજર રહ્યા આશ્રમશાળા ના સંચાલક શંભુપ્રસાદ શુક્લાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે નો આભાર માન્યો હતો અને બીજી સ્કૂલોમાં પણ અન્ય વિદ્યાર્થીઓને લાભ મળે તે હેતુથી કાર્યક્રમ કરવાના અનુરોધ કર્યો હતો

Most Popular

To Top