Vadodara

લક્ષ ટ્રસ્ટના પ્રોજેકટ કો-ઓર્ડીનેટર દ્વારા રૂ.1.31લાખની છેતરપિંડી.

સમલૈંગિક પુરુષો તથા કિન્નર સમુદાયના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ કઢાવવા તથા સરકારી લાભો તેઓને મળે તે કામગીરી કરવામાં આવતી

શહેરના મુજમહુડા ખાતે આવેલ લક્ષ ટ્રસ્ટ નામની સંસ્થામાં ફરજ બજાવતા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર દ્વારા સપ્ટેમ્બર-2023 થી માર્ચ-2024 દરમિયાન ખોટા ડોક્યુમેન્ટ બનાવી કોમ્યુનિટી ફેસિલિટરો પાસેથી રૂપિયા મેળવી તે રૂ.1.31લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગ્લોબલ ફંડ મુંબઇ સ્થિત હમસફર ટ્રસ્ટ દ્વારા સંચાલિત લક્ષ્ય ટ્રસ્ટ વડોદરા ખાતે CR19 RM પ્રોજેકટ હેઠળ શહેરના શિવાજી સર્કલ નજીક શીલાલેખ કોમ્પલેક્ષ ખાતે ઓફિસ આવેલી છે જેના ટ્રસ્ટી તરીકે ભરત જગન્નાથ પટેલ સેવા કરે છે. ટ્રસ્ટી તરીકે તેઓ વડોદરા, સુરત તથા રાજકોટ ખાતેના સમલૈંગિક પુરુષો તથા કિન્નર સમુદાય ના સારા જીવનધોરણ માટેની કામગીરી તથા દેખરેખ કરે છે. આ કામગીરી પૈકી સમુદયમા સમાવેશ થતાં વ્યક્તિઓ કે જેઓ પાસે પોતાનું આધારકાર્ડ, પાનકાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટ ન હોય તે ડોક્યુમેન્ટ કઢાવવા માટે સમજ કરી સરકારી કચેરીઓ ખાતેથી ડોક્યુમેન્ટ કઢાવવા અને તેના થકી સરકારી લાભો સમુદાયને મળે તે હેતુથી એક વ્યક્તિ નામે ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયર (રહે. નૈયર મંજીલ, સિટી પો.સ્ટે.સામે) ને સપ્ટેમ્બર-2023માં ડોક્યુમેન્ટ કઢાવી આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી તેની સારી સારી વાતોથી ભરોસો બેસતા તેને મહિને રૂ્ 20,000 ના પગારે પ્રોજેકટ કો ઓર્ડીનેટર તરીકે રાખવામાં આવ્યો હતો. આ વ્યક્તિને કામગીરી વધુ હોય તો ગુલામ મુસ્તફા વધુ માણસને રાખી શકે ટ્રસ્ટ દ્વારા તેવા વ્યક્તિને કોમ્યુનિટી ફેસિલિટર તરીકે ગણીને કોઇપણ વ્યક્તિ ના એક ડોક્યુમેન્ટ દીઠ રૂ.1000ચૂકવણી ચેકથી કરાતી.ગુલામ મુસ્તફાએ સપ્ટેમ્બર-2023 થી નોકરી કરતો હોય તા. 20-03-2024 દરમિયાન કોઇને પણ જાણ કર્યા વિના અચાનક જોબ છોડી ગયેલ તથા મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો હતો તપાસ કરતાં જણાયુ કે, તેણે અન્ય ફેસિલિટરો પાસેથી કાગળ પર કોમ્યુનિટી ફેસિલિટરો બતાવી 131 ખોટા ડોક્યુમેન્ટ બનાવી કોમ્યુનિટી ફેસિલિટરો ના બેંક ખાતામાં ચેકથી રૂપિયા જમા કરવડાવીને કોમ્યુનિટી ફેસિલિટરો પાસેથી રૂપિયા 1,31,000ની છેતરપિંડી કરતાં જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top