Vadodara

લક્ષ્મીપુરા વિસ્તારમાં ફરતી માનસિક રીતે અસ્વસ્થ મહિલાને અભયમની ટીમે પરિવારને સુરક્ષિત રીતે સોંપી

અટલાદરામા માતા સાથે રહેતી મહિલાને પતિએ તરછોડી દીધી હતી

માનસિક રીતે અસ્વસ્થ મહિલા પોતાની સહેલીનુ ઘર શોધતા શોધતા આજુબાજુના સોસાયટીમાં ફરી રહ્યા હતા

(પ્રતિનિધિ) વડોદરા તા. 28

લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં અજાણી મહિલા એક પછી એક સોસાયટીમાં સવારે આંટાફેરા કરતા લોકોએ તેમને પૂછતાં કોઇ જવાબ આપતા ન હતા જેથી એક વ્યક્તિએ આ અજાણ્યા મહિલા અંગેની માહિતી 181અભયમની ટીમને કરતાં બાપોદ અભયમની ટીમે સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સિલિંગ કરી માનસિક રીતે અસ્વસ્થ મહિલાનુ સુરક્ષિત રીતે માતા સાથે મિલન કરાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગતરોજ લક્ષ્મીપુરા વિસ્તારમાંથી એક વ્યક્તિએ 181અભયમ ટીમને કોલ કરી જણાવ્યું હતું કે, લક્ષ્મીપુરા વિસ્તારમાં એક અજાણ્યા મહિલા એક પછી એક સોસાયટીમાં સવારથી ફરી રહ્યા છે અને લોકોના ઘરમાં ઘૂસી જાય છે જ્યારે કોઇ કંઇ પૂછે તો આ મહિલા કંઈ બોલતા નથી આ અંગેની જાણ થતાં 181ની અભયમની ટીમ જણાવેલા સરનામે પહોંચી હતી જ્યાં આ મહિલા મળી આવતાં અભયમની ટીમે તે મહિલાનું કાઉન્સિલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, તે મહિલાને એમનાં પતિએ તરછોડી દીધા હતા અને તેઓ અટલાદરા વિસ્તારમાં પોતાની માતા સાથે રહે છે તેઓ માનસિક રીતે અસ્વસ્થ છે.તે મહિલા પોતાની સહેલીનુ ઘર શોધતા હતા પરંતુ ઘર ન મળતાં તે આસપાસના સોસાયટીમાં ફરીને લોકોના ઘરમાં ઘૂસી જતાં હતાં તેમને પોતાના ઘરે જવું ન હતું જેથી અભયમની ટીમે તેમને યોગ્ય રીતે સમજાવી તેમના માતાના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડ્યા હતા અને માનસિક રીતે અસ્વસ્થ મહિલાની માતાને તેમની દીકરીની કારેલીબાગ વિસ્તારમાં આવેલી માનસિક રોગના હોસ્પિટલમાં સારવાર કરાવવાની સમજ આપી તેમની દીકરીને સોંપી હતી.

Most Popular

To Top