Vadodara

રોડ પર પાણી ફરી વળ્યા, ભુવાથી બચવા તંત્રની કોઈ વ્યવસ્થા નહિ, તેથી વાહનો ખાબક્યા….

ગતરોજ વરસેલા વરસાદને કારણે તકલીફો વધી..

વડોદરા શહેર જિલ્લામાં અનરાધાર વરસાદથી હાલત ખરાબ થઇ જોવા મળી છે ક્યાંક ઘરો માં પાણી ઘૂસ્યા તો ક્યાંક ગટરો ઉભરાઈ જેને લઇ લોકો ને હાલાકી ભોગવવા નો વારો આવ્યો હતો. ત્યારે વડોદરા શહેરના કેટલાય ભગોમાં ગટરનું ચેમ્બર બેસી ગઈ તો ચેપીરોગના હોસ્પિટલ પાસે ભૂવા પડવાની ખબર સામે આવી રહી છે શહેરના માંજલપુર વિસ્તારમાં પણ ભૂવો પડેલો જોવા મળે છે. ત્યારે ગોરવા વિસ્તારમાં ઊંડેરા રોડ પર પાણી ભરાઈ જવાથી પાણી ની નીચે પડેલા ભૂવા ના કારણે અનેક વાહનો ભૂવામાં ફસાતા વાહન પલટી ગયા હતા. ગોરવા ઊંડેરા રોડ પર પાણીની નીચે પડેલા ભૂવા ના કારણે એક વેન અચાનક ભૂવામાં ખાબકી હતી તોકે આસ પાસ ના લોકો ની મદદ થી કોઈ જાણ હાની થઈ ના હતી થોડાક સમયમાં ત્યાં થી મર્ગા ભરેલો થ્રી વિલર ટેમ્પો નીકળ્યો હતો અને એ પણ આ ભૂવામાં ખાબકતા વાહન ચાલક અને સામાન સાથે ટેમ્પો પલટી મારી ગયો હતો સદનસીબે વાહન ચાલક નો બચાવ થયો હતો.અને આસ પાસ ના લોકો ભેગા થઈ બચાવ કામગીરી કરી હતી અને ટેમ્પાને બહાર કાઢ્યો હતો.

Most Popular

To Top