પાણીને રોડ પર આવતું અટકાવવા અને અન્ય સ્થળે નિકાલ કરવા કડક સૂચના
વડોદરા શહેરના પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 12 ની કચેરી દ્વારા સમન્વય બંગ્લોઝમાં નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ રોડના ધોવાણ મામલે ફટકારવામાં આવી છે.
વડોદરા મહાનગર પાલિકા હસ્તક પશ્વિમ ઝોન વહીવટી વોર્ડ નં ૧૨ માં સમાવિષ્ટ અટલાદરા -પાદરા મેઈન રોડ પર બાબા માર્બલ વાળી ગલીમાં જે સમન્વય સાઇટ ની કામગીરી હાલ ચાલુ છે. સાઇટ પર ચાલતી કામગીરી અન્વયે કોઈ બાઉંડ્રી વોલ – બેરીકેડ બનાવવામાં આવ્યા નથી. જેની અગાઉ mના પત્ર થી જાણ કરેલી હતી. તેમ છતાં હજુ સુધી કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે માટીનું ચીકાસ વાળુ પાણી ધોવાઇ ને રોડ પર આવે છે. રોડ પર કાદવ કીચડ થઈ રોડ નું ધોવાણ થઈ જાય છે. જેના કારણે રોડ પર ખાડા પડી જાય છે. સ્થાનિક રહીશોનો અવર જવર માટે તકલીફ પડે છે. સોસીયલ મિડીયાનાં માધ્યમ દ્વારા વાંરવાર ફરીયાદો કરવામાં આવી છે. જે મામલે આ સાઈટ પર માટીના ધોવાણ વાળા પાણીને રોડ પર આવતું અટકાવવા અન્ય જગ્યાએ નિકાલ કરવા સખ્ત સુચના આપવામાં આવી છે. અન્યથા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.