Vadodara

રોંગ સાઈડ આવતા ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત, નશાની હાલતમાં હોવાની આશંકાએ લોકોમાં રોષ

સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો

વડોદરામાં સતત અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા એક મહિનામાં એક પછી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરાના કપૂરાઈ ચોકડી પાસે રોંગ સાઈડથી આવતા ડમ્પરચાલકે એક બાઈક ચાલક યુવકને અડફટે લેતા અકસ્માત સર્જાયો. ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઈકને 100 મીટર સુધી ઢસેડી હતી.સદનસીબે બાઈક ચાલકને કોઈ ગંભીર ઇજા પહોંચી ન હતી. ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકાએ લોકોમાં રોષ છે. સ્થાનિકોનું કહેવું છે અવારનવાર ડમ્પરો રોંગ સાઈડ પર આવતા હોય છે જેનાથી અકસ્માત સર્જાય છે તેઓને અનેક વાર કહેવામાં આવ્યું છે કે રોંગ સાઈડ પર તમે ડમ્પર ન લાવો તેમ છતાં ડમ્પર ચાલકો ફુલ સ્પીડમાં રોંગ સાઈડ ડમ્પર હાકી રહયા હોય છે. જેથી એમને અકસ્માત થવાની શક્યતા થતી હોય છે. ડમ્પર ચાલેકે સોમવારે સવારે ચોકડી પાસે એક બાઈક સવારની આડફટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી,સ્થાનિકોએ 108 ઈમરજન્સી સેવા એમ્બ્યુલન્સને બોલાવી હોસ્પિટલ મોકલ્યો,જ્યાં તબીબોએ તેની સારવાર શરૂ કરી દીધી હતી,ગંભીર ઈજાગ્રસ્ત યુવકને બંને પગે ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો .આ પછી કપુરાઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top