બાલાસિનોર: વિશ્વના ત્રીજા નંબરના અને દેશના પ્રથમ નંબરના ડાયનાસોર ફોસિલ પાર્ક રૈયોલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે આ ઉજવણી થઇ હતી.

આંતરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ ૨૦૧૫થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. યોગ એ વ્યક્તિ જેનો એક ભાગ છે તેને બહ્માંડ સાથે સભાનતાપૂર્વક ‘વ્યક્તિગત સ્વ’ને જોડવાની રીત સૂચવે છે. હિન્દુ દંતકથાઓ અનુસાર, શિવને યોગના કારક માનવામાં આવે છે. તેઓ આદિયોગી, પ્રથમ યોગી હોવાનું કહેવાય છે. યોગિક સંસ્કૃતિમાં ગ્રીષ્મ અયનકાળનું મહત્ત્વ છે, કારણ કે તેને યોગની શરૂઆત માનવામાં આવે છે.
આ યોગ દિવસ જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા તેમજ બાલાસિનોર ફોરેસ્ટ વિભાગ તેમજ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન તેમજ ડીવાયએસપી, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, રૈયોલી પ્રાથમિક શાળા રૈયોલી ડાયનાસોર મ્યુઝિયમના સ્ટાફ રૈયોલી સરપંચ, જેઠોલી સરપંચ, રૈયોલી ગામના ગ્રામજનો તેમજ પત્રકાર મિત્રો વડીલો ભાઈઓ અને બહેનો વગેરે જોડાયા હતા