ટ્રકોમાંથી સ્ટીલ અને લોખંડનો ભંગાર જુદા કરીને રિપોર્ટ તૈયાર કરાયો…
ભંગાર ભરીને ભાગતી નાની માછલીઓ પકડાશે કે પછી પડદા પાછળના મોટા મગરમચ્છ પંજામાં આવશે?
ઘણા લાંબા અરસાથી ચાલી રહેલા વડોદરા રેલ્વે સ્ક્રેપના કૌભાંડમાં આજે આરપીએફ અને મકરપુરા પોલીસે સંયુક્તમાં તપાસનો દોર આગળ ધપાવ્યો હતો અને કબજે કરાયેલી બંને ટ્રકમાં લોખંડ અને એસએસનો મુદ્દા માલ અલગ તારવવા મેગ્નેટ દ્વારા ચકાસણી કરી હતી. ઘનિષ્ઠ તપાસ બાદ ઉચ્ચ અધિકારીઓને મુદ્દામાલનો રિપોર્ટ મોડી સાંજે રજૂ કરવાની તજવીજ પણ પોલીસે હાથ ધરી હતી…
વડોદરા રેલવે દ્વારા થોડા સમય પૂર્વે લોખંડ સહિત અન્ય મેટલના સ્ક્રેપની હરાજી કરવામાં આવી હતી.. સ્ક્રેપ ખરીદવા માગતા ઇજારદારો માં જય અંબે સ્ક્રેપ ટ્રેડર્સ ના કોન્ટ્રાક્ટરે પણ ટેન્ડર ભર્યું હતું અને લોખંડનો ભંગાર સહિત સ્ટેનલેસ સ્ટીલનો ભંગાર પણ બે ટ્રકોમાં ભરીને સઞેવઞે કરવાનું કૌભાંડ આચર્યું હતું. લાખો રૂપિયાના સ્ક્રેપ ના કૌભાંડનો પરદાફાશ થતાં જ રેલવે તંત્ર સુધા ચોકી ઉઠ્યું હતું…. સમગ્ર કૌભાંડની અરજીના આધારે તપાસનો દોર લંબાતા આર જી એફ અને મકરપુરા પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરીને ભંગાર ભરાયેલા બે ટ્રકનો મુદ્દા માલ કબજે કર્યો હતો ઈજારદાર સહિતનાઓની વ્યાપક પૂછતાછ બાદ લાખો રૂપિયાની છેતરપિંડીની આશંકાએ આજે પોલીસ મુદ્દા માલના ઘટના સ્થળે પહોંચી હતી અને બંને ટ્રકમાંથી સ્ટીલ અને લોખંડનો ભંગાર અલગ તારવીને ઉતાર્યો હતો.ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસે મેગ્નેટ દ્વારા લોખંડ અને સ્ટીલ મેટલની ઊંડાણપૂર્વક સંપૂર્ણ ચકાસણી કરી હતી તેમજ ઇજારદાર સહિત રેલવે તંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓની પણ સંડોવાણી છે કે કેમ તથા સ્ક્રેપના ભંગારની આસપાસ સુરક્ષા અર્થે ફરજ બજાવતા સિક્યુરિટી ના જવાનોની વધુ પૂછતાછ હાથ ધરીને તપાસનો દોર લંબાવ્યો હતો . દિવસભર ચાલેલી સમગ્ર તપાસ બાબતે પીએસઆઇ એસ એ ફૂલધરે સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તપાસ સંલગ્ન અનેક મહત્વની કડીઓ મળી છે તેમ જ અંગેનો તમામ રિપોર્ટ તૈયાર કરીને આજે ઉચ્ચ અધિકારીઓને સુપ્રત કરાશે…..
સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સ્ક્રેપના કૌભાંડ બાબતે ઘણા સમયથી લાખો કરોડોનો ઠગાઈનું ષડયંત્રનું આયોજન ચાલી રહ્યું છે.
