Vadodara

રેલ્વે ટ્રેક પાસે થી ડી કંપોઝ થયેલી ડેડ બોડી મળી આવી



ડિકમ્પોસ થયેલી લાશ 40 થી 50 વર્ષની ઉંમરના પુરૂષની હોવાનું અનુમાન


વડોદરા રેલ્વે લાઈન પરથી અજાણ્યા વ્યક્તિનો ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા રેલવે પોલીસના ઊંચા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન રેલ્વે ગોદી પાસે એક અજાણ્યા વ્યક્તિનો ડી કમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા રેલવેના ડીવાયએસપી બારીયા, રેલવે પીઆઇ એચ વ્યાસ તેમજ આરપીએફ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારબાદ ઘટના સ્થળે તમામ ઘટનાની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આસપાસના લોકોને પૂછપરછ કરી હતી.
ડી કમ્પોઝ બોડી મળી આવતા સ્થાનિકોમાં શંકા કુશંકા સેવાઈ રહી છે અને લોકો ડી કમ્પોસ્ટ બોડી કોઈક અજાણ્યા શકશો નાખી ગયા હોય એમ અનુમાન લગાવી રહ્યા છે.
આ બનાવ સંદર્ભે એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. અને મૃતદેહ ને પેનલ પીએમ માટે સયાજી હોસ્પિટલ માં મોકલવામાં આવ્યો હતો.

આ સંદર્ભે ડીવાયએસપી બી એસ બારીયા એ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ભિખારી માણસ હોય તેમ લાગી રહ્યું છે. જે પ્રમાણે એના કપડા અને ચપ્પલના જનરલ ઓબ્ઝર્વેશન પરથી કોઈ ભિખારી ટાઈપનો હોય એમ લાગે છે. અહીંયા પાસે આવેલી જાળી છે એ મારીને સુઈ ગયેલો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. કમસેકમ આ ડેડ બોડી 15 થી 20 દિવસ જૂની હોય તેમ લાગે છે .પેનલ થી પીએમ અને એફએસએકના અભિપ્રાય બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો એ પુરુષ હોય એમ જણાઈ આવે છે વધુ પડતી ડીકમ્પોસ્ટ બોડી થઈ ગઈ હોવાથી જણાતું નથી પણ નિષ્ણાતો અને એફએસએલના રિપોર્ટ આવ્યા પછી સાચી હકીકત બહાર આવશે. 40 થી 50 વર્ષની ઉંમરની આ કોઈ વ્યક્તિ લાગે છે.

Most Popular

To Top