Vadodara

રેલવે ડીઆરએમ કચેરી ખાતે સાફ સફાઈ કર્મચારીઓ આંદોલનના માર્ગે

પગાર પ્રશ્ને હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો :

500 રૂ.રોજને બદલે નવા પેટા કોન્ટ્રાકટર દ્વારા 300 રૂ.આપી શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ

( પ્રતિનિધી )વડોદરા,તા.2

વડોદરા શહેરના પ્રતાપનગર રેલ્વે ડીઆરએમની કચેરી ખાતે વર્ષોથી ફરજ અદા કરનાર સાફ-સફાઈ કર્મચારીઓએ નવા કોન્ટ્રાક્ટર અને પગાર પ્રશ્ને હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.જુના કોન્ટ્રાકટર દ્વારા 500 રૂ.રોજ આપવામાં આવતો હતો.જોકે કોન્ટ્રાકટ બદલાતા નવા કોન્ટ્રાકટમાં પેટા કોન્ટ્રાકટર દ્વારા માંગણી મુજબ પગાર નહીં અપાતા અને ઉડાઉ જવાબ આપતા કર્મચારીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વડોદરા શહેરના પ્રતાપ નગર રેલવે ડીઆરએમ કચેરી ખાતે હાઉસ કીપિંગ ના કર્મચારીઓની પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવતા છેલ્લા બે દિવસથી હડતાલના માર્ગે ઉતર્યા છે. પહેલી તારીખથી કોન્ટ્રાક્ટ બદલાયો છે અને ઇન્દોરની એક કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અગાઉના કોન્ટ્રાક્ટર દ્વારા સાફ-સફાઈના કર્મચારીઓને રૂ.500 રોજ આપવામાં આવતો હતો. જો કે, હવે નવા પેટા કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 300 રૂ.રોજ આપવાનું કહેવામાં આવી રહ્યું છે. સાથે જ નોકરી કરવી હોય તો કરો નહીં તો છુટા થાવ તેઓ ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યો છે. જેના કારણે કર્મચારીઓમાં નવા કોન્ટ્રાક્ટર સામે ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. સાફ-સફાઈના કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી પોતાની ફરજદા કરી રહ્યા છે. કોરોના કાળ જેવી કપરી પરિસ્થિતિમાં પણ રાત દિવસ સાફ-સફાઈ કર્મચારીઓએ પોતાની મહત્વની ફરજ અદા કરી છે, તેમ છતાં આજે નવા કોન્ટ્રાક્ટર દ્વારા તેમની માંગણી સંતોષવામાં નહીં આવતા હડતાલના ત્રીજા દિવસે કર્મચારીઓએ એકત્ર થઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top