તબીબ યુવતી સાથે ઓટો રિક્ષા ચાલક દ્વારા અમાનવીય પ્રયાસ સાથે ચાલુ રિક્ષાએ ધક્કો મારતા યુવતી ઇજાગ્રસ્ત થઇ*
સામાન્ય રીતે મહિલાઓ ઓનલાઇન બુક થતી કેબ અને રિકશામાં મુસાફરી કરવાનું પસંદ કરતી હોય છે , પરંતુ આ સવારી પણ સલામત નથી એવી એક ઘટના વડોદરામાં બની છે. હજી તાજેતરમાં જ ભાયલી ખાતે સગીરા પર સામુહિક દૂષ્કર્મની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં તો બીજી તરફ નવરાત્રી દરમિયાન વધુ એક મહિલા સાથે ઓટોરિક્ષા ચાલક દ્વારા અમાનવીય કૃત્ય આચરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ, શહેરના ઉંડેરા મુકામે રહેતી એક તબીબ યુવતી ડો. ત્રિસીતા સેન જેઓ મૂળ ગુજરાતના નથી, પરંતુ ઉંડેરા ખાતે રહે છે અને ઇસ્કોન રોડ દિવાળીપુરા ખાતે ક્લિનિક ચલાવે છે . તેઓ છેલ્લા છ- આઠ મહિનાથી ઉંડેરાથી ક્લિનિક સુધી આવવા જવા માટે ઓલા અથવા તો ઉબેર કે રેપિડો થકી વાહનનો ટ્રાસ્પોર્ટેશન માટે ઉપયોગ કરે છે. તેઓએ આજે ઉંડેરાથી ક્લિનિક જવા રેપિડોથી ઓટોરિક્ષા કરી હતી . જેમાં ઓટોરિક્ષા ચાલકે રૂટ બદલતા ડો.ત્રિસીતાને કંઇક અજૂગતુ લાગ્યું અને તેઓને ક્લિનિક આવવા જવાના તમામ રસ્તાઓની માહિતી હોય તેમણે ઓટોરિક્ષા ચાલકને અવળા રસ્તે કેમ લઇ જાઓ છો તેમ પૂછતાં રિક્ષાચાલકે રોડના ખોદકામ ને કારણે બીજા રસ્તેથી લઇ જાઉં છું તેમ જણાવતા તબીબ યુવતીએ ચાલુ રિક્ષાએ મદદની બૂમો પાડતા ઓટોરિક્ષા ચાલકે ગોત્રી જીએમ ઇ આર.એસ પહેલાં જીઇબી નજીક પોલીસ ચોકી પાસેના ટર્નિંગ પર રિક્ષા ધીમી પાડતા યુવતી ઉતરવા ગ ઇ ત્યારે “રુક તેરેકો તો મૈં બતાતા હૂં” તેમ બોલી તબીબ યુવતીને ધક્કો મારી ભાગી ગયો હતો. યુવતીની મદદ માટેની ગુહાર પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા એમાંથી એકે ઓટોરિક્ષા ચાલકનો પીછો કરી રિક્ષાનો નંબર મેળવી લીધો હતો અને સમગ્ર મામલે ગોત્રી પોલીસને જાણ કરી હતી તથા ઇજાગ્રસ્ત તબીબને સારવાર કરાવી હતી. તબીબ યુવતીના આક્ષેપો મુજબ તેમનો કિમતી મેડિકલ સામાન પણ ગાયબ છે તથા રિક્ષાચાલકની નિયત સારી નહોતી લાગતી. સમગ્ર મામલે ગોત્રી પોલીસે રિક્ષાના નંબરને આધારે રિક્ષાચાલક ને ઝડપી પાડી ગોત્રી પોલીસ સ્ટેશને હાલ પૂછપરછ હાથ ધરી છે.