Vadodara

રૂ.94લાખથી વધુની ઓનલાઇન છેતરપિંડી કરી 6માસથી ફરાર આરોપી ઝડપાયો…

શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચે બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી આચરી હતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 15

સોશિયલ મિડિયાના માધ્યમથી મેસેજ કરી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાનું જણાવી ખોટી એપ ડાઉનલોડ કરાવી ઓનલાઇન રૂ. 94,18,000 ની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા છ મહિનાથી પોલીસ ધરપકડથી બચવા ભાગતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઇમબ્રાંચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, શહેરના સાયબર પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી જીગ્નેશ ભીમજીભાઇ તુકડીયા (રહે. શંકરબાગ સોસાયટી, તરસાલી) પોલીસ ધરપકડથી બચવા સારું છેલ્લા છ માસથી ભાગતો ફરતો હોય વડોદરા ક્રાઇમબ્રાંચેપોલીસ પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે શહેરના માંજલપુર તુલસીધામ ચારરસ્તા પાસેથી ઝડપી પાડી પૂછપરછ તપાસ હાથ ધરતા તેણે કબુલત કરી હતી કે બીજા અન્ય લોકો સાથે પૂર્વ આયોજીત કાવતરું રચી ફરિયાદીને વોટ્સએપ નંબરથી મેસેજ કરી શેરમાર્કેટમા રોકાણ કરવાનું જણાવ્યું હતું અને તેના માટે તેણે અલગ અલગ વોટ્સએપ ગૃપ થકી BLACKROCK STOCKS PULL Up માં તથા C3- ANGEL BROKING CUSTOMER CARE નામના ગૃપમાં એડ કરી સિક્યોરીટી કસ્ટમર સર્વિસમાંથી હોવાનું જણાવી એન્જલ વન કંપનીના ખોટા દસ્તાવેજો સાચા તરીકે ઉપયોગ કરી શેર માર્કેટમાં કેવી રીતે ટ્રેડિંગ કરવું તે બાબતે સમજાવી ફરિયાદીને લિંક મોકલી હતી અને આમ બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો અને ઓનલાઇનના માધ્યમથી ફરિયાદીના બે બેંક એકાઉન્ટમાં થી કુલ રૂ. 94,18,000 ટ્રાન્સફર કરી પોર્ટફોલિયો દેખાતા પ્રોફિટ ને વિથડ્રો કરવા જતાં નાણાં ઉપડ્યા ન હતી આ રીતે વિશ્વાસઘાત કર્યો હતો જે અંગેની સાયબર ક્રાઇમમા ફરિયાદ નોંધાઇ હતી તેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top