Vadodara

રૂ.8.13લાખ ઉપરાંતની વાલ્વ સહિતની ચોરીના આરોપીને ઝડપી પાડતી જવાહરનગર પોલીસ


જવાહરનગર પોલીસ સ્ટેશનની ટીમ વોચ તપાસમા હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કોયલી ઈંદીરાનગરમા રહેતો સતિષ ઉર્ફે સત્યોએ એલ&ટી કંપનીમાથી ચોરી કરી ચોરેલો મુદામાલ પોતાના ઘરની પાછળ આવેલ ગેલરીમા સંતાડેલો છે અને એક નંગ વાલ્વ એક પ્લાસ્ટીકની થેલીમા લઈને વેચવા માટે વાહનની રાહ જોઈ હાલમાં રીલાઈન્સ ગેટ આગળ ઉભેલો છે . શરીરે કાળા કલરનો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલું છે. “જે મતલબની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોક્ત વર્ણનવાળો ઈસમ હાજર મળી આવ્યો હતો. જેથી તેને કોર્ડન કરી તેની પાસે રહેલી એક પ્લાસ્ટીકની થેલીમાં જોતા એક એસ.એસ.નો વાલ્વ મળી આવ્યો હતો. જે અંગે તેની પાસે કોઈ બીલ કે કોઈ આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા તે સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી વિશ્વાસમા લઈ પુછપરછ કરતા આ ઈસમ પોતાના મનોબળથી તુટી ગયો હતો. તેણે ગઈ તા-24સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યાથી તા.25 સપ્ટેમ્બર ના બપોરે 1 વાગ્યા દરમ્યાન -રણોલી ભાથીજી મંદિર પાસે રેલ્વે સ્ટેશન રોડ ખાતે આવેલી ઓરીએંટલ મેન્યુફેક્ચરીંગના ખુલ્લા કમ્પાઉંડમાથી પોતે તથા બીજા અન્ય ઈસમોએ ભેગા મળી અલગ અલગ સાઈઝના વાલ્વસ કુલ નંગ-24 જેની કી.રૂ. 8,13,560 ની ગણી શકાય જેની ચોરી કરેલાની કબુલાત કરી હતી.
પકડાયેલ આરોપીઓનુ નામ સરનામુ- સતીષભાઈ ઉર્ફે સત્યો કનુભાઈ ચૌહાણ ઉ.વ.23 ધંધો-ખેતી કામરહે.કોયલી ચરો ઈંદીરાનગર વચલુ ફળીયુ મ.નં-101, કોયલી ગામ તા.જી-વડોદરા જ્યારે એક -ખેર ભારતીય ઉર્ફે બજરંગ જેના પુરા સરનામાની ખબર નથી તેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top