કેસમાં ડીજીપી અનિલ દેસાઇએ આરોપીના સાત દિવસના રિમાન્ડની માગણી કરતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આરોપી અરજદારે રજીસ્ટર્ડ બ્રોકરેજ એજન્ટ હોવાનું દર્શાવી ફરિયાદીને શેર બજારમાં રોકાણ કરવા ફરજ પાડી મોટી રકમ ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી
(પ્રતિનિધિ) વડોદરા તા.02
સીઆઇડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ગાંધીનગર માં બી.યુ.ડી.એસ.અને આઇ ટી એક્ટ ની કલમો મુજબ નોધાયેલા ગુનામાં ફરિયાદીને સોશિયલ મીડિયા (વોટ્સએપ) થકી સંપર્ક કરી પોતાને કાલ્પનિક કંપની ‘સિટાડેલ એલ.એલ.સી’ ના અધિકારી હોવાનું જણાવી રજીસ્ટર્ડ બ્રોકરેજ એજન્ટ નો દાવો કરી L.LC, અને ફરિયાદીને “SVIP સ્ટોક માર્કેટ ટિપ્સ ગ્રુપ” નામના વોટ્સએપ ગ્રુપમાં ઉમેર્યો અને તેને વિવિધ કંપનીઓના શેરમાં રોકાણ કરવા માટે સૂચના આપી તેઓની કંપનીની વેબસાઇટો પર ખાતું બનાવી આપી અલગ અલગ બેંક ખાતાની વિગતો મોકલી આપી કુલ્લે રૂ.47,60,90,027નુ શેરમાં રોકાણ કરાવી કરેલ રોકાણના રૂપિયા રીર્ટન સાથે પરત નહીં આપી છેતરપીંડી કરેલ હોય જે છેતરપીંડીની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થતા હોય જેની તપાસ દરમ્યાન જણાઇ આવેલ કે આરોપીઓએ ફરીયાદી પાસે તા.03-10-2024 ના રોજ રૂ.30 લાખ,રૂ.35 લાખ તેમજ તા.05-10-2024 ના રૂ.30 લાખ એમ કુલ રૂ.95 લાખ જમા કરાવેલ જે ખાતામાંથી તા.03-10-2024 ના રોજ રૂ.14 લાખ, રૂ.9 લાખ અને રૂ.12 લાખ એમ કુલ રૂ.35 લાખ ચક્રબર્તી એન્ટરપ્રાઇઝના એક્સીસ બેંક ખાતામાં ટ્રાન્સફર થયેલ જે ખાતામાંથી શ્રી એગ્રોના એસ.બી.આઇ. બેંક ખાતામાં રૂ.25,00,100 જમા થયેલ જે રૂપિયા સદર ખાતા માંથી ઊંઝા ખાતેથી વિડ્રોલ થયેલ હોય જે તપાસ કરતાં ખાતા ધારક શ્રી એગ્રો સરનામું-એફ.એફ.-૨૧, સીટી પ્રાઇડ કોમ્પલેક્ષ, વિસનગર રોડ, ઉંઝા જેના પ્રોપરાઇટર રાવળ રાકેશકુમાર જોઇતારામ રહે.જુના રામપુરા, ઊંઝા, મહેસાણા વાળાનાઓ હોવાનું જણાઇ આવેલ જેઓનું લાઇવ લોકેશન મંગાવતા ઉંઝાનુ હોય લોકેશન વાળી જગ્યાએ તપાસ કરતા તેઓ મળી આવેલ જેઓની પુછપરછ કરતા ખાતુ તેઓના શેઠ મિલનકુમાર મણીલાલ પટેલ નાઓના કહેવાથી ખોલાવેલ અને આ ખાતાની કીટ આ મીલન પટેલને આપેલ હોવાની હકીકત જણાવતા તેઓને સાથે રાખી આ મીલન પટેલના રહેણાંક સરનામે તપાસ કરતા મળી આવેલ તેઓની પુછપરછ કરતા તેઓ પોતે રૂપિયા વિડ્રોલ કરતા હોય આ ગુનામાં સંડોવણી જણાતાં તેઓની તા.01-08-2025 ના રોજ 17:10વાગે અટક કરવામાં આવી હતી.જે ગુનાના કથિત ગુનામાં સીધી સંડોવણી સાથે સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને આ મામલે લેફ્ટેનન્ટ પી.પી.અનિલ દેસાઇએ ધારદાર દલીલો અને રજૂઆતો કરી હતી
અરજદારઆરોપી મિલન કુમાર મણીલાલ પટેલ વિરુદ્ધ મજબૂત પ્રાથમિક પુરાવા હોવાથી તથા તપાસ બાકી હોય તેના સાત દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કરવાની માગણી કરી હતીજે રજૂઆતને ગ્રાહ્ય રાખીને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી મિલનકુમાર મણીલાલ પટેલના તા. 07-08-2025 સાડા ચાર વગ્યા સુધીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.