સીઆઇડી ક્રાઇમ દ્વારા આઇ ટી એક્ટ હેઠળ છેતરપિંડી કેસમાં ડીજીપી અનિલ દેસાઇની રજૂઆત અને પૂરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીના જામીન નામંજૂર કરવાનો હૂકમ કરાયો
(પ્રતિનિધિ) વડોદરા તા. 13
સેબી દ્વારા રજીસ્ટર ન થયેલ હોય તેવા સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ ની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા ભરવડાવી ફરિયાદી પાસેથી રૂ 21,75,000 મેળવી લઇ અલગ અલગ તમામ આરોપીઓ દ્વારા કુલ રૂ 2,93,71,000ની છેતરપિંડી કેસમાં આરોપી અરજદારના જામીન નામંજૂર કરવાની ડીજીપી અનિલ દેસાઇ દ્વારા પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ ની કોર્ટમાં રજૂઆત ને ધ્યાનમાં રાખીને આરોપીના જામીન નામંજૂર કરવાનો હૂકમ કરવામાં આવ્યો છે.
શહેરના અકોટારોડ ખાતે આવેલા સંમતિ સોસાયટીમાં રહેતા ફરિયાદી વિક્રમભાઇ શાંતિલાલ પટેલને સેબી દ્વારા રજીસ્ટર ન થયેલ હોય તેવી સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ ની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી નામની એપ્લીકેશનમાં બતાવી ફરીયાદીની માંગણી વગર મોટા પ્રમાણમાં IPO એલોટ કરી તેના રૂપિયા ભરવા જણાવી અને રૂપિયા નહી ભરો તો એકાઉન્ટ ફ્રિજ થઇ જશે તેમ જણાવી આરોપી પ્રશાંત ગીરીશભાઇ યોગાનંદી રહે. જૂલેલાલ મંદિર પાછળ, સૂત્રાપાડા,જી.ગીરસોમનાથ નાઓએ કે જેઓ જૂનાગઢ ખાતે એક્સિસ બેંકમાં ઝાંઝરડા બ્રાન્ચમા ફરજ બજાવતા હતા અને જે બેંક એકાઉન્ટ બંધ હોય તેના પર નજર રાખતા જેમાં આ કામને જયેશભાઇ કાલરીયાનાઓ પાસે મહાદેવ એન્ટરપ્રાઇઝના વિગત મેળવી એક્સિસ બેંક એકાઉન્ટમાં ફરીયાદી પાસે રૂપિયા ભરવડાવી રકમ વિડ્રો માગતા વિડ્રોવલ નહી આપી ફરીયાદી સાથે બ્રોકર તરીકે રૂપિયા 21,75,000ની છેતરપિંડી કરેલ હોય તમામે મળી ગુનાહીત કાવતરુ રચી ફરીયાદી પાસેથી બ્રોકર તરીકે કુલ્લે-2,93,71,000 મેળવી અલગ-અલગ એપ્લીકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી રકમ પરત નહી છેતરપીંડી ગુનો કર્યાની સીઆઇડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 316,317,336(2) (3),337,340,61(2) તથા આઇ ટી એક્ટ ની કલમ 66(સી),66(ડી), તથા ધ બેનિગ ઓફ અન રેગયુલેટેડ સ્કિમ એક્ટ 2019 ની કલમ 21,23,25 (1) મુજબ નોંધાયેલા ગુનાના કેસમાં ડીજીપી અનિલ દેસાઇ દ્વારા પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ ની કોર્ટમાં આરોપીના જામીન નામંજૂર કરવાની રજૂઆત કરતાં તેઓની રજૂઆત ગ્રાહ્ય રાખી આરોપીના જામીન કોર્ટ દ્વારા નામંજૂર કરવાનો હૂકમ કરવામાં આવ્યો છે.