Dahod

રૂ.૪૫૦૦ કરોડના ખર્ચે હાફેશ્વરથી પાઈપલાઈન દ્વારા સિંચાઇનું પાણી દાહોદ જિલ્લામાં લવાશે

સાંસદની સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે અતિ મહત્વની નકશા સાથેની સમીક્ષા મીટીંગ લીમખેડા વિશ્રામ ગૃહ ખાતે રાખવામાં આવી

લીમખેડા: દાહોદને મહત્વનો જીલ્લો બનાવી રોજગાર શિક્ષણ અને સિંચાઇ ક્ષેત્ર આગળ લાવીને જીલ્લાના ગરીબ અને પછાત ખેડૂતો સમૃદ્ધ બને તે માટે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે નેમ લીધી છે. અવારનવાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ઉગ્ર રજૂઆત કરીને કરોડો રૂપિયાના વિકાસનાં કામો દાહોદ જિલ્લામાં કરાવ્યા છે. ત્યારે ફરી એકવાર સાંસદ જસવંતસિંહ ભાભોરે દાહોદ જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાં સિંચાઈ નું પાણી મળે તે ઉમદા હેતુથી યોજના મંજૂર કરાવી ૪૫૦૦ કરોડ રૂપિયા ની માતબર રકમથી હાફેશ્વર થી પાઈપલાઈન દ્વારા સિંચાઇનુ પાણી દાહોદ જિલ્લામાં લાવવા માટે સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે અતિ મહત્વની નકશા સાથેની સમીક્ષા મીટીંગ લીમખેડા વિશ્રામ ગૃહ ખાતે રાખવામાં આવી હતી. જેમાં સિંચાઇ વિભાગના ઊચ્ચ કક્ષાનાં અધિકારીઓ‌ ઊપસ્થિત રહ્યા હતા
દાહોદ જિલ્લામાં વસતા ગરીબ ખેડૂતોને પાણી વગર માત્ર વરસાદની સીઝનમાં જ ખેતી કરવી પડે છે. બાકીના સમયમાં આ વિસ્તારના ખેડુતો તથા ગરીબ પ્રજાને રોજગાર માટે દેશના અને રાજ્યના વિવિધ જિલ્લાઓમા તથા શહેરોમાં રોજગારી માટે પોતાના વતનથી દૂર સ્થળાંતર કરવું પડે છે. આ સમસ્યાને દુર કરવાનો મક્કમ નિર્ધાર કરનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા દાહોદ નાં સાંસદ જસવંતસિંહ ભાભોરે કેન્દ્ર સરકારના મંત્રી તથા રાજ્ય સરકારમાં રજૂઆત કરીને હાફેશ્વરથી ૩૦૦ કીલોમીટર લાંબી લાઈન નાંખી અંદાજીત ૪૫૦૦ કરોડની રકમથી સુખી ડેમ નજીક ૧૫૦ મીટર ઊંચા પાણીનો સંગ્રહ કરીને પાઈપ લાઈન દ્વારા દાહોદ જીલ્લાના બારીયા, ધાનપુર , ગરબાડા, દાહોદ , ઝાલોદ તથા ફતેપુરા તાલુકાઓમાં અંતરીયાળ વિસ્તારના ખેડૂતોને ત્રણ સીઝનમાં પુરતું સિંચાઇનુ પાણી મળે તે હેતુથી અતિ મહત્વની સમીક્ષા બેઠક લીમખેડા વિશ્રામ ગૃહ ખાતે યોજી હતી. દાહોદ સિંચાઇ વિભાગના મૂખ્ય ઈજનેર એસ ટી ગામીત, લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર, દાહોદ જીલ્લા ભાજપના અધ્યક્ષ સ્નેહલ ધરીયા, જીલ્લાના નાની સિંચાઇ વિભાગ નાયબ ઈજનેરો તથા સરકારી કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતા

Most Popular

To Top