કપડવંજ: રૂફટોપ સોલર સિસ્ટમના ઇન્વર્ટર સહિતના સામાન કિંમત રૂ.૧,૬૨,૧૮૫ની ઘરફોડ ચોરીના ૩ આરોપીઓને અસલ મુદ્દામાલ સાથે કપડવંજ ટાઉન પોલીસ ટીમે ઝડપી પાડ્યાં છે.
કપડવંજ ટાઉન પી.આઈ. જનકસિંહ દેવડાના માર્ગદર્શન હેઠળ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ટીમ આ માટે કાર્યરત હતી.
.તા.૦૩/૦૭/૨૦૨૫નારોજ ફરીયાદી મિનેષકુમાર હરગોવીંદભાઇ પટેલ રહે. ૫૫/ઈન્દ્રપ્રસ્થ રેસીડન્સી,દાણા રોડ તા.કપડવંજએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી કે, રાતના સમયે કોઇ ચોર ઇસમો દ્વારા તેઓની એ.પી. એમ.સી.કપડવંજ ખાતે આવેલી દુકાનમાંથી રૂફટોપ સોલર સિસ્ટમના ઇન્વર્ટર સહીતનો સામાન કિંમત રૂ.૧, ૬૨,૧૮૫ની ચોરી થઈ છે.જે બાબતે ફરીયાદીની ફરીયાદ આધારે તાત્કાલીક ગુનો રજી.કરી તપાસ સંભાળી ગુનાના કામે ચોરીના આરોપીઓની શોધખોળ કરવા સારૂ ગ્રાઉન્ડ લેવલથી તપાસ આરંભવામાં આવી હતી.સૌ પ્રથમ સી.સી. ટી.વી.ફુટેજ ચેક કરતા એક ઇકો ગાડીમાં ત્રણ શંકાસ્પદ ઇસમો જણાઇ આવ્યા હતા.જેથી ફરીયાદીના ત્યાં સોલર અંગેની કામગીરી કરવા આવતા માણસોની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં ભૂતકાળમાં કામગીરી છોડી ગયેલા માણસોની માહીતી તથા તેઓના મોબાઇલ નંબરોની CDR મેળવી લોકેશન સહિતનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે ગુનાને અંજામ આપનાર ત્રણ ઇસમોને ગુનાનો ઓરીજનલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ગુનાના કામે વપરાયેલું વાહન પણ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
*પકડાયેલા આરોપીઓ*
યોગેશ ચંદુભાઇ પરમાર ઉ.વ ૨૭ ધંધો.સોલર ફીટીંગ કામકાજ રહે.જુની માલવણ, ગરમપુરા તાગળતેશ્વર જી.ખેડા,મહેશ ઇશ્વરભાઇ પરમાર ઉ.વ ૨૬ ધંધો.સોલર ફીટીંગ કામકાજ/ખેતીકામ રહે.જુની માલવણ,ગરમપુરા તા.ગળતેશ્વર જી.ખેડા તથા કમલેશ હિંમતભાઇ પરમાર ઉ.વ ૨૪ ધંધો.ખેતી રહે. વિશ્વનાથપુરા,મુખીવાળું ફળીયું તા.કઠલાલ જી.ખેડા
*કબ્જે કરેલો મુદ્દામાલ*
“કે સોલાર” કંપનીના ૪.૪ કિલો વોટના કુલ- ૦૭ નંગ ઇન્વેટર જે એક ઇન્વેટરની કિંમત આશરે ૧૬૭૦૦ લેખે કુલ ૭ ની કિંમત રૂ.૧,૧૬ લાખ, “વારી” કંપનીના ૩ કિલો વોટના કુલ-૦૨ ઇન્વેટર જેની એકની કિંમત રૂ. ૧૫૭૦૦/- મળી કુલ કિંમત રૂ.૩૧૪૦૦/-“પોલીકેબ” કંપનીના ૨.૫ સ્કેર એમ.એમ ફ્લેક્સીબલ વાયરના ૫ બંડલ જે એક ની કિંમત ૨૫૭૭/- લેખે કુલ કિંમત રૂ.૧૨૮૮૫/-, એસી/ડીસી ની સ્વીચો કુલ-૦૪ નંગ કિંમત આશરે રૂ.૧૦૦૦/-તથા ઇકો ગાડી કિ. રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૩,૬૨,૧૮૫/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
*કામગીરી કરનાર પોલીસ ટીમ*
જનકસિંહ દેવડા પોલીસ ઇન્સ્પેક્ટર કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન,જે.એસ. ચંપાવત પો.સબ.ઇન્સ તથા પોલીસની ટીમ.