વડોદરા :શહેરના રૂપારેલ વિસ્તારમાં કાંસ પર ગેરકાયદે બનાવવામાં આવેલા પાક્કા દબાણને દૂર કરવા માટે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. દબાણ શાખાની ટીમ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતીમાં સ્થળ પર પહોંચી હતી અને કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા આ દબાણ દૂર કરવા અનેક નોટિસ આપવા છતાં દબાણ ન હટાવાયા હોવાથી પાલિકા દ્વારા આજે પોલીસની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે.