દીપડાને તબીબી ચેકઅપ કરાવીને સલામત સ્થળે મુક્ત કરાશે
ઝઘડિયા, તા.3
ઝઘડિયાના રૂંઢ ગામમાં દીપડો દેખાતાગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો,જે બાબતની જાણ વન વિભાગની ટીમને કરવામાં પાંજરું ગોઠવી દેવામાં આવ્યું હતું.જેને લઈને દીપડો પાંજરે પુરાઈ જતાં ગ્રામજનોમાં રાહત સાંપડી હતી.
ભરૂચ જિલ્લાના પૂર્વભાગ એવા ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં દીપડાની વસ્તી સતત વધારો થઇ રહ્યો છે.શેરડીના ખેતરો દિપડાના વસવાટ માટે આશ્રય સ્થાન ગણાઈ છે, જોકે, દિવાળી નજીકના સમયમાં ખેતરોમાં શેરડી કાપવાની સીઝન શરૂ થાય ત્યારે આશ્રય ગુમાવાવથી દિપડાઓ નજીકના ગામોમાં ઘુસી આવતા હોય છે. ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે પૂર્વ સરપંચ રાજુભાઈના ઘર નજીક દીપડો નજરે પડતા તેઓએ વન વિભાગને પાંચેક દિવસ પહેલા જાણ કરી હતી.જેને લઈને વનવિભાગે પાંજરું મુકવામાં આવ્યું હતું.જેમાં શનિવારે રાત્રે આશરે 5 વર્ષનો નર દિપડો પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા નર દીપડાને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.જો કે પાંજરે પુરાયેલા દીપડાને તબીબી તપાસ બાદ સલામત સ્થળે છોડવામાં આવશે.
રૂંઢ ગામેથી 5 વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો
By
Posted on