સોમાતળાવ વિસ્તારના મોબાઈલ ટાવર પર ચડેલા યુવકની કરતુત વાયરલ
પોલીસે વાયરલ વીડિયોને આધારે તપાસ હાથધરી

( પ્રતિનિધી )વડોદરા,તા.25
વડોદરામાં રીલ બનાવવાના ચક્કરમાં એક યુવકે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. સોમા તળાવ વિસ્તારમાં યુવક મોબાઇલ ટાવર પર ચઢી ગયો અને આસપાસનાં નજારાની રીલ બનાવવા લાગ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જે બાદ સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે. આવી બેદરકારીથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. આવા વીડિયો બનાવવાની લાલચમાં યુવાનો જીવ જોખમમાં મૂકે છે.
આજકાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થવાની યુવાનોમાં જાણે એક હોડ લાગી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા રીલ બનાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા તેઓ ખચકાતા નથી. ત્યારે એવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. જ્યાં એક યુવકે સોશિયલ મીડિયા પર વાઇરલ થવા માટે જોખમી રીલ બનાવી. વડોદરામાં રીલ બનાવવાના ચક્કરમાં યુવકે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. રીલ બનાવવા માટે યુવક મોબાઇલ ટાવર પર ચઢી ગયો હતો. મોબાઇલ ટાવર પર ચઢી યુવકે આસપાસનો નજારો બતાવી રીલ બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી. માહિતી અનુસાર, આ વાઇરલ રીલ સોમા તળાવ વિસ્તારની હોવાની ચર્ચા છે. જો કે, આ મામલે લોકોની અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. કેટલાક લોકો આ રીલ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને જીવ જોખમમાં મૂકનાર યુવકને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે, તેવી માંગ ઉચ્ચારી રહ્યા છે.