Vadodara

રિધમ હોસ્પિટલની મનમાની કે દાદાગીરી : કોર્પોરેશનની જમીન પર ગેરકાયદે કબજો કરવા ફેન્સિંગ કરી ગેટ બેસાડી દીધો

સિધ્ધાર્થ બંગ્લોઝની રહીશોને હાલાકી પડતી હોય 250થી 300 લોકોએ રોડ પર આવી વિરોધ નોંધાવ્યો

હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પાર્કિંગના કોઇ વ્યવસ્થા કરાઇ નથી પરિણામે કર્મચારીઓ, તબીબો અને ત્યાં આવતા લોકો દ્વારા રોડ પર વાહનો પાર્ક કરાતા લોકોને ભારે પડતી ભારે મુશ્કેલી

વહેલી તકે પાર્કિંગની વ્યવસ્થા નહી કરાય પોલીસ રાહે કાર્યવાહી કરવાની સ્થાનિકોની ચીમકી

પ્રતિનિધિ વડોદરા તા.14

સમા વિસ્તારમાં આવેલા રિધમ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ખુલ્લેઆમ મનમાની તથા દાદાગીરીને સિધ્ધાર્થ બંગ્લોઝ સોસાયટીમાં જવાનો જાહેર રોડ પર ગેરકાયેદ વાહનો પાર્કિંગ કરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ઉપરાંત જાહેર રોડની જગ્યા પર મસમોટા પથ્થરો નાખી તથા ફેન્સિંગ કર્યા બાદ જાણે પોતાની માલિકીની જમીન હોય તેમ ગેટ બેસાડી ગેરકાયદે કબજો કર્યો હતો. જેના કારણે સોસાયટીના 250-300 સ્થાનિક લોકો રોડ પર ધસી આવ્યા હતા અને હોસ્પિટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનો ભારે વિરોધ નોંધાવ્યો હતો. હોસ્પિટલના પાસે કોઇ પ્રકારની રજા ચિટ્ઠી ન હોવા છતાંક કબજો કર્યો તેવો આક્ષેપ કર્યો હતો. જો હોસ્પિટલના સત્તાધીશો સામે પગલા નહી ભરાય તો પોલીસ કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારાઇ હતી.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સિધ્ધાર્થ બંગ્લોઝ નામની સોસાયટીમાં માલેતુજારો રહે છે. પરંતુ સોસાયટીના બાજુમાં જ રિધમ હોસ્પિટલના વહીવટકર્તાઓ દ્વારા પોતાને ત્યાં આવતા દર્દીઓ માટે વાહન પાર્કિંગ બનાવ્યુ નથી. જેના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ, તેમના સંબંધીઓ, તબીબો સહિતના કર્મચારીઓ દ્વારા પોતાના વાહનો પણ હોસ્પિટલની જગ્યા છોડીને ગેરકાયદે રોડ પર પાર્ક કરી દેતા હોવાના કારણે ટ્રાફિકના સમસ્યા સર્જાય છે. ત્યારે શનિવારના રોજ સિધ્ધાર્થ બંગ્લોઝમાં રહેતા 250થી 300 જેટલા લોકો ભેગા થઇ ગયા હતા અને હોસ્પિટલના તંત્ર પ્રત્યે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા પાલિકાના અધિકારીઓ, ટ્રાફિક પોલીસ સહિતના અધિકારીઓને જાણ કરાઇ છે. પરંતુ હજુ સુધી હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ કોઇ પગલા ભરાયા નથી. હોસ્પિટલ દ્વારા કોર્પોરેશનની જમીન પર રાતોરાત મસમોટા પથ્થોર નાખી દીધી બાદ ફેન્સિંગ  કરી દીધા બાદ જાણે પોતાની માલિકીની જમીન હોય તેમ એક ગેટ પણ બેસાડી દીધો હતો. સોસાયટીના રોડ પર ગેસ રિફલિંગનો એક પ્લાન્ટ પણ નાખી દીધો છે. જેના કારણે કોઇ દિવસ અકસ્માત થશે તો જવાબદારી કોની તેવા સવાલો સ્થાનિકો દ્વારા કરાઇ રહ્યા છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હોસ્પિલના સત્તાધીશો પાસે કોઇ રજા ચિટ્ઠી પણ નથી તેમ છતાં ગેરકાયદે કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી જોવુ રહ્યું કે પાલિકાના આધિકારીઓ દ્વારા ફેન્સિંગ બાબતે સ્થાનિક લોકોના હોબાળાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ?

અગાઉ હોસ્પિટલના પાર્કિંગ મુદ્દે પોલીસ કેસ પણ થયો હતો

રિધમ હોસ્પિટલના સંચાલકો દ્વારા એક તો પોતાના વાહનો પાર્ક કરવાના માટે પાર્કિંગની વ્યવસ્થા કરી નથી. જેના કારણે હોસ્પિટલનાં તબીબો સહિતના કર્મચારીઓ તથા દર્દીઓના સંબંધીઓ આડેધડ વાહન પાર્ક કરી દેતા હોય છે. જેના કારણે ક્યારેક અકસ્માત થવાનો ડર છે. ત્યારે પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડામાં અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. પરંતુ જે તે કેટલાક હોસ્પિટલના ચંચુપાતિયાઓએ વચ્ચે પડીને સમયે સમાધાન કરાવ્યું હતું. પરંતુ હજુ પણ સંચાલકો સુધરતા નથી અનેપાર્કિંગ વ્યવસ્થા પણ કરાવતા નથી.

ગેરકાયદે દબાણ કરનાર રિધમ હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગ

સિદ્ધાર્થ બંગ્લોઝ બહાર રિધમ હોસ્પિટલના સંચાલકો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના અવર જવરના રોજ પર ગેરકાયદે દબાણ કરીને ફેન્સિંગ કર્યા બાદ પાકા પાયે ગેટ રાતોરાત મુકી દીધો હતો. લગભગ 50 જેટલો રોડ પર દબાણ લઇને ફેન્સિંગ કરવાનો કોઇ હક નથી. તેમના હોસ્પિટલમાં ડોક્ટરો, દર્દીઓ તથા તેના સંબંધીઓ દ્વારા સોસાયટીના રોડ પર પાર્કિંગ કરી દેવાય છે. જેના માટે સંચાલકો વારંવાર કહીને પાર્કિંગની વ્યવસ્થા કરવા ધ્યાન દોર્યું છે. પરંતુ  સંચાલકો કોઇ ધ્યાન આપતા નથી. વાહનો એટલી હદ મુકી દેવાય છે કે અમારે જવુ હોય તો પણ મુશ્કેલી પડે છે. જેથી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રજા ચિઠ્ઠી સહિતના અગત્યના દસ્તાવેજો ચેક કરી હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માગણી  કરાઇ છે. ત્યારે રોડ પર પાર્ક કરેલી વાહનોના કારણે અકસ્માત થશે તો જવાબદારી કોની ? દીપકભાઇ રાવત, પ્રમુખ, સિધ્ધાર્થ બંગ્લોઝ

ફેન્સિંગનો સ્થાનિકોએ વિરોધ કરતા તમામ બાબતો શોર્ટ આઉટ થઇ ગઇ છે

જે જગ્યા પર ફેન્સિંગ કર્યુ છે તે જગ્યા કોર્પોરેશનની છે, પરંતુ સ્થાનિક લોકોએ ઓબ્જેકશન કરતા તમામ બાબતો શોર્ટ આઉટ થઇ ગઇ છે

. અરવિંદ શર્મા, તબીબ

Most Popular

To Top