ક્રાઇમ બ્રાન્ચે બંનેને શાસ્ત્રી બાગ પાસેથી દબોચી અકોટા પોલીસને સોંપ્યાં
પ્રતિનિધિ વડોદરા તા.9
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતી વૃદ્ધાને રિક્ષામાં બેસાડ્યા બાદ ટોળકી તેમની નજર ચુકવીને કટરથી સોનાની ચેન કાપી લીધી હતી. ત્યારબાદ તેમને રિક્ષામાંથી ઉતારી ટોળકી ફરાર થઇ હતી. જેથી વૃદ્ધાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ટોળકી પકડવા સીસીટીવી તથા હ્યુમન સોર્સિસના આધારે શોધખોળ કરી હતી અને શાસ્ત્રીબાગ કોટિયાર્ક નગર પાસે પહોંચી હતી ત્યારે એક રિક્ષા જોવા મળી હતી. જેમાં ચાલક સહિત બે જણા હતા. પોલીસને જોઇને ચાલકે પલટાવીને ભગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે રવિ રાજુ તરટિયા તથા સુનિલ ચંદુ ચુડાસમાને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી કટર અને બે મોબાઇલ મળી આવ્યાં હતા. જેના પુરાવા માગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા.જેથી તેમની કડકાઇથી પૂછતાછ કરી હતી ત્યારે તાજેતરમાં અકોટા વિસ્તારમાંથી વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન કટરથી કાપી લીધી હતી. તેમની પાસેથી સોનાની ચેન, બે મોબાઇલ, રિક્ષા સહિત રૂ. 2.43 લાખખનો મુદ્દામાલ કરીને અકોટા પોલીસને સોપવામાં આવ્યા છે.