માંજલપુર પોલીસ દ્વારા ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવા માટે બાળકોને સમજ આપવામાં આવી

ટ્રાફિક જાગૃતિ અંગેના ઉત્કૃષ્ટ ચિત્રો તૈયાર કરનાર વિધ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

(પ્રતિનિધિ) વડોદરા તા. 20
‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ -2025’ અંતર્ગત માંજલપુર પોલીસ દ્વારા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે વિધ્યાલય ખાતે ટ્રાફિક અંગેની જાગૃતિ બાળકોમાં આવે તે માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025’ઉજવણી અંતર્ગત માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એલ.ડી.ગમારા તથા મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એસ.પટેલ તેમજ ટ્રાફિકના અધિકારીઓ સાથે જ માંજલપુર તથા ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અંબે સ્કુલ ખાતે રોડ સેફટી અને ટ્રાફિક અવેરનેસ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્કુલના બાળકોને રોડ સેફટી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે જ બાળકોને ટ્રાફીકને લગતા ચિત્રો તેમજ ચિન્હો બનાવવા અંગેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે બાળકોએ સારા ટ્રાફિકને લગતા ચિન્હો અને ચિત્રો તૈયાર કર્યા હતા તે બાળકોને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના આચાર્ય,શિક્ષકો તથા વિધ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
