Dahod

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અને વાયરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ઝાયડસ મેડિકલ કોલેજ, દાહોદ ખાતે બેઠક યોજાઈ

દાહોદ :

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અને રાષ્ટ્રીય વાયરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે તમામ ડિપાર્ટમેન્ટના HOD અને રેસિડેન્ટ ડોક્ટર માટે સેન્સેટાઇઝેશન વર્કશોપ તેમજ મેડિકલ કોલેજ કોર કમિટી અને ડી આર ટીબી કમિટીની મિટિંગ યોજાઇ હતી.

ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દાહોદ ના કોન્ફરન્સ હોલ ખાતે મેડીકલ કોલેજ કોર કમીટી અને ડિસ્ટ્રિકટ ડી આર ટીબી કમીટી મીટીંગ તથા ટીબી અને હિપેટાઇટિસ પ્રોગ્રામ વિશે સેન્સેટાઇઝેશન વર્કશોપ ડૉ આનંદ પટેલ વાઇસ ચેરમેન, સ્ટેટ ટાસ્ક ફોર્સ તથા જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર ડી પહાડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો

જેમાં ટીબી પ્રોગ્રામ અંતર્ગત નવા અપડેટ વિશે વિસ્તૃત માર્ગદર્શન,નવા ટ્રીટમેન્ટ પ્રોટોકોલ,ટીબી ઇન્ફેક્શન માટે Cy-TB ટેસ્ટ,ડી આર ટીબી નિદાન માટે ઉપલબ્ધ વિવિધ ટેસ્ટ વિશે.ડી આર ટીબીની નવી ગાઈડલાઈન મુજબ નવી BPaL-M રેજીમેન વિશે,ટીબીની સારવાર દરમિયાન થતી આડઅસરો તેમજ તેના નિરાકરણ વિશે ચર્ચા કરવામાં આવી હતી


વર્કશોપમાં ટીબી ના દર્દીઓ માટે નવો સારવાર પ્રોટોકોલ, હાઈરિસ્ક ટીબી દર્દીઓની સારવાર અને ફોલોઅપ દરમિયાન જરૂરી તપાસ ,ડી આર ટીબી રેજીમેન અને ફોલોઅપ વિશે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ના ડૉકટરોને માહિતગાર કરવામાં આવ્યા.સમગ્ર પ્રોગ્રામ નુ સંચાલન ડી આર ટીબી કોઓર્ડીનેટર દિપક પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top