NDRF ટીમને તૈયાર રહેવા કહેવાયું, વિશ્વામિત્રીની સપાટી 18.40 ફુટે પહોંચી
વડોદરા શહેરમાં રવિવારે બપોરથી શરૂ થયેલા વરસાદમાં ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. રાવપુરા વિસ્તારમાં ભારે પાણી ભરાતા રાવપુરા પોલીસ સ્ટેશનથી ટાવર સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે . આ સાથે જ દાંડિયા બજાર વિસ્તારમાં પણ ભારે પાણી ભરાતા દુકાનો બંધ થઈ ગઈ છે. હજુ વરસાદ ચાલુ રહ્યો તો સમગ્ર વિસ્તારમાં ભારે હાની થવાની સંભાવના વધારે છે .
વડોદરા શહેર ફરી જળબંબાકાર, ઘર, દુકાનો અને મોલમાં પાણી જ પાણી
વડોદરા શહેરમાં વરસાદના કારણે સ્ફોટક સ્થિતિ સર્જાતા અને વિશ્વામિત્રી નદીની સપાટી વધવાની સ્થિતિએ નદીના પાણી શહેરમાં ઘુસે તેવી સંભાવના ઉભી થઇ છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજે એનડીઆરએફની ટીમને અને ફાયર બ્રિગેડની ટીમને તૈનાત કરવામાં આવી હતી.
વડોદરા છેલ્લા 24 કલ્લાક થી પડતા વરસાદને કારણે ગંભીર પરિસ્થિતિ થઈ છે . વડોદરા મહાનગર પાલિકા ના સત્તાધીશો અને અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. કારણ વરસાદ નથી મુખ્ય કારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે વડોદરાની મુલાકાતે છે કાર્યક્રમોમાં હાજરી આપવાના હોય અનેક વિસ્તારમાંથી પસાર થવું પડે તે સ્થિતિ છે. ત્યારે આજરોજ સવારથી પડેલા વરસાદમાં વડોદરા આખું જળબંબાકાર થઈ ગયું છે. વડોદરા અલકાપુરી ગરનાળુ બંધ કરવામાં આવ્યું છે. કારણ કે વરસાદના લીધે ઘરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. વડોદરા શહેરના એક પણ માર્ગ પર પાણી ના ભરાયા હોય એવું નથી. પાલિકાના સતાધીશો અને અધિકારીઓ ચિંતામાં મુકાયા છે. મુખ્યમંત્રીને કયા રોડે ક્યાંથી લઈ જવા એ ટેન્શનમાં આજે પાલિકાના અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે
વડોદરા સવારથી પડેલા મુશળધાર વરસાદથી ખોડીયાર નગર, કારેલીબાગ, અલકાપુરી, સુભાનપુરા , ગોત્રી, વડસર અને માંજલપુર જેવા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કેટલાય વાહનો પાણીમાં જતા બંધ થઈ ગયા અને લોકો અટવાયા હતા . ત્યારે મ્યુનિસિપલ કમિશનર રાણાએ મીડિયાને જણાવ્યું હતું અફવાઓથી દૂર રહેજો અને પરિસ્થિતિ કાબુમાં છે. આ વાત કેટલી યોગ્ય છે એ કમિશનર રાણાની જ ખબર પડે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સારા સારા દેખાડવા માટે મીઠી વાતો કરવાવાળા સત્તાધીશો અને અધિકારીઓ આજે આ વરસાદે પાલિકાની તમામ પોલ ખોલી નાખી છે.
ક્યાં ક્યાં પાણી ભરાયા…
અલકાપુરી મેઇન રોડ પર પાણી ભરાયા પરંતુ તમામ કોમ્પલેક્સના બેઝમેન્ટમાં પણ પાણી ભરાતા લોકોમાં દોડધામ મચી.
ન્યૂ VIP રોડ ખોડીયારનગર વિસ્તારની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાયા છે.
કારેલીબાગ આનંદનગર સોસાયટી, અંબાલાલપાર્ક ચાર રસ્તા અને આસપાની સોસાયટીમાં પાણી ભરાયા. વાસણા ભાયલી રોડ મોટભાગની સોસાયટીઓમાં પણી ભરાયા, વરસાદી કાંસ ઓવરફ્લો થઇ . સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ ફરતે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો છે.
સ્ટેશન વિસ્તાર અલકાપુરી નાળુ બંધ થયું, સરદાર પટેલ પ્રતિમાની આસપાસના રોડ પર જળબંબાકારની સ્થિતિ છે.
નવાયાર્ડ રામવાડી વિસ્તારના રોડ પર કમર સુધીના પાણી ભરાયા.
સરદાર એસ્ટેટ આજવા રોડની સોસાયટીઓમાં પાણી વળ્યાં હતા.
ચાર દરવાજામાં ચારે બાજુ પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો હતો.
જેતલપુર રોડ ચકલી સર્કલથી જેતલપુર તેમજ જીઇબી સર્કલ પાસે પણ રોડ અને સાસયટીઓમાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની હતી.