Vadodara

રાવપુરા નવાબવાડાના જર્જરિત ગેટનો ભાગ મોડી રાત્રે ધરાશાયી થયો

વડોદરા: શહેરના રાવપુરા વિસ્તારમાં ગાયકવાડી શાસન સમયનો નવાબવાડા વિસ્તાર આવેલો છે. જ્યાં જે તે સમયે નવાબવાડો હતો અને ત્યાં ગાયકવાડી સમયનો નવાબવાડા ગેટ હતો. સમય જતાં આ ગેટ અન્ય હેરિટેજ ઇમારતોની જેમ સમયનો માર વેઠતા વેઠતા જર્જરિત બન્યો હતો.

પાલિકા તંત્ર શહેરની હેરિટેજ ઇમારતોની જાળવણી પ્રત્યે સદંતર નિષ્ક્રિય અને આળસુ બની જતા શહેરના હેરિટેજ ઇમારતો તરફે ધ્યાન ન આપતાં આજે ગાયકવાડી શાસન સમયની હેરિટેજ ઇમારતો તંત્રના પાપે લુપ્ત થવાને આરે છે ત્યારે ગતરોજ રાત્રે નવાબવાડા નો જર્જરિત પ્રવેશ દ્વાર અચાનક ધરાશાયી થયો હતો જો કે સદનસીબે કોઇને ઇજા કે જાનહાનિ થવા પામી ન હતી . સમગ્ર મામલે જાણ થતાં ફાયરબ્રિગેડ ની ટીમે અહીં પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top