વડોદરાના યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તથા યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા છૂપાવેલા પાણીની બોટલ અને નાસ્તાનો કર્યો પર્દાફાશ
એકબાજુ શહેરના લોકો પૂરમાં પીવાના પાણી અને જમ્યા વિના ટળવળતા હતા અને બીજી તરફ આફતમાં પણ પોતાનો અવસર શોધનારાઓએ માનવતા નેવે મૂકી
વડોદરા શહેરમાં ગત તા. 26 ઓગસ્ટે શહેરમાં માનવસર્જિત અને કુદરતી પૂર આવ્યું હતું જેમાં ત્રણ દિવસ સુધી શહેરમાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો હતો શહેરમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી બીજી તરફ ઘણાં વિસ્તારમાં લોકો પીવાના પાણી, દૂધ તથા ભૂખ્યા હતા તેવામાં રાજ્ય સરકાર દ્વારા વડોદરાની ચિંતા કરીને શહેરમાં પૂર અસરગ્રસ્તો માટે પીવાના પાણીની બોટલો, સૂકા નાસ્તાના પેકેટો બોક્સમાં ભરીને મોકલ્યા હતા પરંતુ વડોદરાના શાશકો, વચેટિયાઓએ માનવતાને એક બાજુએ મૂકી જાણે આફતમાં પણ અવસર (પોતાના સ્વાર્થ) શોધી પોતાના તથા અંગત સગાઓ તથા મળતિયાઓને નાસ્તા અને પાણીની બોટલો પધરાવી દીધી હતી અને શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સર્કિટહાઉસ ખાતે આવેલા જૂના કોન્ફરન્સ હોલમાં પાણીની બોટલો અને નાસ્તાના પેકેટ્સના બોક્સ છૂપાવી દીધા હતા જે પુર ઓસર્યા બાદ અહીં જોવા મળતા આ અંગેનો ખુલાશો વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા તથા તેઓના સાથી સભ્યોએ શોધી કાઢી પર્દાફાશ કર્યો હતો. તેમણે પાલિકાના શાશકો અને તેઓના વચેટિયાઓ દ્વારા જે રીતે આફતમાં પણ માનવતાને શર્મશાર કરતા આ કૃત્યને વખોડી કાઢ્યું હતું. કદાચ આ બધા કારણોસર જ જનતામાં સ્થાનિક નેતાઓ, કાઉન્સિલરો તથા શાશકો પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે જેની સીધી અસર આગામી દિવસોમાં ચૂંટણીમાં પડે તો નવાઈ નહિ.