વડોદરા શહેર અને રૂરલ તથા પશ્ચિમ રેલવે પોલીસના મળીને કુલ 12 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી)ને બઢતી
સુપ્રીમ કોર્ટમાં પડતર સ્પેશિયલ લીવ ટુ અપીલ નં.16646/2016મા આવનાર આખરી ચૂકાદાને આધિન રહેવાની શરતે પોલીસ ઇન્સ્પેકટર (બિન હથિયારી)વર્ગ -2સંવર્ગમા બઢતી અપાઇ
(પ્રતિનિધિ) વડોદરા તા. 21
ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા 159 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ -3ને બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર વર્ગ -2મા બઢતી આપવામાં આવી છે જેમાં વડોદરા શહેર અને રૂરલ તથા પશ્ચિમ રેલવે પોલીસ ના 12જેટલા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર વર્ગ -3ને બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર વર્ગ -2મા બઢતી આપવામાં આવી છે જેમાં વડોદરા શહેરના 6,પણ.રેલવે વડોદરાના -1 તથા વડોદરા રૂરલના -5 જેમાં એક મહિલા અધિકારી નો પણ સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા 159 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ -3 ને સુપ્રીમ કોર્ટમાં પડતર સ્પેશિયલ લીવ ટુ અપીલ નં. 16646/2016 માં આવનારા આખરી ચૂકાદાને આધિન રહેવાની શરતે પોલીસ ઇન્સ્પેકટર (બિન હથિયારી) વર્ગ -2સંવર્ગમા બઢતી નો હૂકમ કરવામાં આવ્યો છે જેમાં વડોદરા શહેર અને રૂરલ તથા પશ્ચિમ રેલવે પોલીસમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા 12 કર્મીઓને બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર વર્ગ -2તરીકે બઢતી મળી છે.જેમા વડોદરા શહેરના 6, વડોદરા ગ્રામ્યના -5,એક પ.રેલ્વે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને બઢતી મળી છે.જેમા એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર નો પણ સમાવેશ થયો છે.બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ -3 જેઓનું પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ પગાર રૂ.39,900- 1,26,600નાઓને બિન હથિયારી પોલીસ ઇન્સ્પેકટર વર્ગ -2મા પગાર ધોરણ આઠમા પગારપંચ ના લાભ મુજબ રૂ. 44,900 -1,42,400 સંસર્ગમાં તદ્દન હંગામી ધોરણે બઢતી આપવાનો હૂકમ કરવામાં આવ્યો છે.આ બઢતી હૂકમો કેટલાક શરતોને આધીન રહીને આપવામાં આવ્યો છે જેમાં બઢતી પામેલા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર ના કેસોમાં 16-12-2824 ની સ્થિતિ ત્યારબાદ આજદિન સુધી ખાતાકીય તપાસ,એસ.સી.એન, કોર્ટમાં કોઇ પણ પ્રકારની શિક્ષા થયેલી હોય (જેમાં રોકડ રકમનો દંડ,પ્રિ રિમાન્ડ, ચેતવણી, ઠપકો,ઇજાફો અટકાવવા,પગાર ઘટાડો,મૂળ પગારમાં મૂકવા અથવા અન્ય શિક્ષા તેમજ શિક્ષાની અમલવારી પડડતર હોય અથવાતો હાલની સ્થિતિએ ખાતાકીય તપાસ, નાની મોટી શિક્ષાની કારણદર્શક નોટિસ, ચાર્જશીટ, ચાર્જ ફ્રેમ,કોર્ટ કેસ તેમની સામે પડતર હોય, અથવા ફરજ મોકૂફ હેઠળ હોય, બઢતી પર હાજર ન હોય આ સહિત તો આ અંગે કચેરીને આધાર પૂરાવા સહિત બઢતીનો હૂકમ રદ્ કરવાની અલાયદી દરખાસ્ત કરવા તથા સૂચનાનું ચોકસાઇ પૂર્વક પાલન કરવા અંગેની જવાબદારી પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક,રેન્જ વડા અને સંબંધિત કચેરીની રહેશે.તે સિવાય પણ કેટલીક શરતો મૂકવામાં આવી છે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થી બઢતી પામેલની યાદી
1.જયસુખભાઇ બીજલભાઇ મીઠાપરા -પ.રેલવે, વડોદરા
2.નીતીરાજસિંહ ગુણવંતસિંહ જાડેજા – વડોદરા શહેર
3.કવિતા મહેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટ – વડોદરા શહેર
4.રોહિતજી ભવાનજી વિહોલ -વડોદરા શહેર
5.કુલદીપસિંહ નારાણસિંહ સોલંકી -વડોદરા શહેર
6.ચેતનસિંહ ફૂલસિંહ રાઠોડ -વડોદરા શહેર
7.લક્ષદીપ જેસંગભાઈ મિયાત્રા -વડોદરા શહેર
8.બલભદ્રસિંહ નાથુભા ગોહિલ -વડોદરા રૂરલ
9.મહેન્દ્રસિંહ ગુલબસિંહ પરમાર -વડોદરા રૂરલ
10.જયેન્દ્રકુમાર ઉદયસિંહભાઇ ગોહિલ -વડોદરા રૂરલ
11.ઘનશ્યામભાઇ રમણભાઇ ભાદરકા -વડોદરા રૂરલ
12.વિનોદકુમાર બળવંતભાઈ ચૌહાણ -વડોદરા રૂરલ
