કાળઝાળ ગરમી વચ્ચે માવઠું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
વાતાવરણમાં પલટો આવતાં મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રી ઘટવાની શકયતાથી ગરમીમાં આંશિક રાહત જોવા મળી શકશે
(પ્રતિનિધિ) વડોદરા તા. 30
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભિષણ ગરમી સાથે સાથે આગામી તા.03 થી 06 મે દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં માવઠા એટલે કે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે.ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રી ઘટાડો જોવા મળી શકે છે જેના કારણે કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે.
હાલમાં ગુજરાતમાં ભિષણ ગરમી સાથે હિટવેવ જોવા મળે છે.રાજ્યમા તાપમાનનો પારો ઉંચકાતા હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરી છે સાથે જ ત્રણ દિવસ બાદ એટલે કે તા. 03 થી 06 મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ભીષણ ગરમી વચ્ચે માવઠું થવાની શક્યતા છે સાથે જ મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડીગ્રી સુધીના ઘટાડાથી લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત જોવા મળશે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસ ના જણાવ્યા અનુસાર તા.03 થી 06મે દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે 72 કલાક બાદ રાજ્યમાં પ્રિ મોન્સુનની એક્ટિવીટી શરુ થઇ જશે જેના કારણે વાદળો સાથે પવન રહે તા.03 થી 06 મે દરમિયાન 40 કિલોમીટર ની ઝડપે પવન સાથે હળવા થી મધ્યમ વરસાદ થશે.તા.03 મેના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા માં કમોસમી વરસાદ થશે જ્યારે 04 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં માવઠું થવાની શક્યતા છે જ્યારે 05 મેના રોજ કચ્છ,બનાસુ,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા,તાપી,સુરત નવસારી, ડાંગ વલસાડ,દમણ દાદરાનગર હવેલી,ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે તથા તા.06મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ, અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ થશે.
હાલમાં સમગ્ર રાજ્યમાં ગરમીનું મોજું ચાલી રહ્યું છે જે તા.03 મે સુધી યથાવત જોવા મળે ત્યારે
વડોદરા શહેરમાં બુધવારે મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી સે., લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 15% રહેતા લોકો દિવસે તથા રાત્રે પણ ગરમીથી પરેશાન જોવા મળ્યા હતા.