ગોલ્ડન વેલી સોસાયટીમાં એન્ટ્રી અને એકઝીટના CCTV મહત્વની કડી બન્યા
રાત્રીના સમયે પહેરેલ પેન્ટ કમરના ભાગે અને શર્ટ માથાના ભાગે વીંટાળીને ચડ્ડી બનીયાનધારીનો વેશ ધારણ કરી લેય છે

( પ્રતિનિધી )વડોદરા,તા.5
રાજ્યભરમાં 15 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોરને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો છે. ગત સપ્ટેમ્બર માસમાં વાઘોડિયા પોલીસ મથકની હદમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલાયો છે.જ્યારે અન્ય બે સથી તસ્કરોને વોન્ટેડ જાહેર કર્યા છે.
વાઘોડિયા પોલીસ મથકની હદમાં આવેલી ગોલ્ડન વેલી સોસાયટીમાં ગત 14 સપ્ટેમ્બરના રોજ એક મકાનની બારી તોડીને અંદર પ્રવેશીને તિજોરી અને લોકર માંથી સોના ચાંદીના દાગીના સહિત કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ હતી. આ ચોરી પ્રકરણમાં વાઘોડિયા પોલીસે 1.38 લાખની ચોરીની ફરિયાદ નોંધીને તસ્કરોની શોધખોળ આરંભી હતી. પોલીસે ગોલ્ડન વેલી સોસાયટીમાં એન્ટ્રી અને એકઝીટના CCTV તપાસ્યા હતા. જ્યાં આવતા જતા શ્રમજીવી મજૂરોને પણ આઈડેન્ટિફાય કર્યા હતા.જેમાંથી રીઢા તસ્કર ભરત મોતીભાઈ મંડોળ(ભીલ)નું પગેરું મળ્યું હતું. પોલીસે હ્યુમન સોર્સની મદદથી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામેથી આરોપીનર કોર્ડન કરીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા દાહોદના ભરત ડામોર અને રાજુભાઇ નામના શખ્સે ચોરીમાં તેને મદદ કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને ચોરી થયેલા મુદ્દામાલને રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, પકડાયેલ આરોપી ભરત મંડોળે રાજ્યમાં કુલ 15 જેટલા સ્થળે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. આતસ્કર ટોળકી કનોરી કરતા પહેલા સોસાયટીમાં કે ફ્લેટમાં મોટરસાયકલ અને સાયકલ લઈને દિવસ દરમિયાન રેકી કરવા માટે આવે છે. જે બાદ બંધ મકાનને ઓળખી લઈને તેમાં ચોરી કરવાની યોજના બનાવે છે. રાત્રીના સમયે પહેરેલ પેન્ટ કમરના ભાગે અને શર્ટ માથાના ભાગે વીંટાળીને ચડ્ડી બનીયાન ધારું ટોળકી તરીકેનો વેશ ધારણ કરી લે છે અને ઘરના દરવાજા કે બારી તોડીને અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપે છે. હાલ આ ટોળકીએ અન્ય કેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.