રાજ્યમાં ભરમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.જેની અસર રેલ વ્યવહાર પર પણ જોવા મળી હતી,જેના કારણે 11 ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. જ્યારે 2 મેમુ ટ્રેન રદ કરવામાં આવી હોવાનું રેલવે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
વડોદરા ડિવિઝનના સયાન પાસેના બ્રિજ નંબર 471 ના ગડર બોટમ સુધી પાણી વધવાને કારણે, પાણી ઓછું ન થાય ત્યાં સુધી સેક્શન પર ટ્રેનની અવરજવર સ્થગિત કરવામાં આવી છે.
જેમાં જાણવા મળ્યા મુજબ 09082 ભરૂચ – સુરત મેમુ રદ કરવામાં આવી છે. અને 09080 વડોદરા – ભરૂચ મેમુ ને પાલેજ ખાતે ટૂંકાવી દેવામાં આવી છે.
સમય કરતા મોડી દોડતી ટ્રેનના નામની યાદી:
ટ્રેન નંબર 22954 અમદાવાદ – મુંબઈ મધ્ય ગુજરાત SF એક્સપ્રેસ.
ટ્રેન નંબર 16311 શ્રી ગંગાનગર – કોચુવેલી એક્સપ્રેસ
ટ્રેન નંબર 22916 હિસાર – બાંદ્રા ટર્મિનસ SF એક્સપ્રેસ
ટ્રેન નંબર 09080 વડોદરા – ભરૂચ MEMU Spl
ટ્રેન નંબર 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા – બાંદ્રા ટર્મિનસ સ્વરાજ એક્સપ્રેસ
ટ્રેન નંબર 22210 નવી દિલ્હી – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ
ટ્રેન નંબર 16588 બિકાનેર – યશવંતપુર એક્સપ્રેસ
ટ્રેન નંબર 07054 લાલગઢ – કાચેગુડા Spl
ટ્રેન નંબર 20920 એકતા નગર – MGR ચેન્નઈ સેન્ટ્રલ SF એક્સપ્રેસ
ટ્રેન નંબર 22717 રાજકોટ – સિકંદરાબાદ SF એક્સપ્રેસ
રાજ્યભરમાં ભારે વરસાદને કારણે રેલવે વ્યવહાર ખોળવાયો…
By
Posted on