Vadodara

રાજ્યભરમાં જન્મ અને મૃત્યુની નોંધણી હવે એક જ ડિજિટલ પોર્ટલથી થશે

રાજ્યમાં જન્મ-મરણ નોંધણી માટે કેન્દ્ર સરકારનું CRS પોર્ટલ અમલમાં :

નાગરિકોને મળશે ઝડપી અને સરળ સેવા,કેન્દ્ર સરકારને મળશે તાત્કાલિક અને સાચા આંકડા :

( પ્રતિનિધી )વડોદરા,તા.1

રાજ્યભરમાં હાલથી વિવિધ ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી જન્મ-મરણની નોંધણી હવે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલા નવું સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ મારફતે આજથી કાર્યરત થશે. આ પોર્ટલ હેઠળ હવે તમામ જન્મ અને મૃત્યુની નોંધણી એક જ સરકારી પોર્ટલ પર થઈ શકે તે બાબત સુનિશ્ચિત કરાશે.

સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ આ નવા પોર્ટલમાં તમામ રાજ્યની માહિતી એકસાથે જોડાઈ જશે અને રાજ્ય સરકાર તરફથી તમામ ઓપરેશન્સ તે પર લઈ જઈને કાર્યક્ષમતામાં વધારો થશે. આ પોર્ટલથી લાભ એ થશે કે, જન્મ અને મૃત્યુ નોંધણી માટે અરજદારોને ડિજિટલ રીતે સુવિધાઓ મળશે, જેમ કે તાત્કાલિક સર્ટિફિકેટ મળવા અને નકલ ઇમેલ પર પ્રાપ્ત થવાની. સાથે સાથે આ માહિતી કેન્દ્ર સરકારને તાત્કાલિક મળે છે જે જ્યાં રોગચાળો, હૃદયરોગ જેવા કારણે મૃત્યુનો આંકડો ઝડપી રિપોર્ટિંગ માટે ઉપયોગમાં લઇ શકાય છે અને વિવિધ જનસેધનનાં વિતરણ માટે મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ પોર્ટલથી ડેટા એકત્રિત કરવાથી ડેટા ડિસ્ટ્રિક્ટ, રાજ્ય અને કેન્દ્ર સુધી પહોંચાડવાની પ્રક્રિયા ઝડપી, દૂરસ્થ અને વધુ અસરકારક બનશે. આ પગલાથી આગામી બે વર્ષમાં નાગરિકોને વધુ સારી સર્વિસ અને વિવિધ યોજનાઓનો લાભ મળવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ રાજ્યભરમાં જનસેવા સરળ બનાવવા માટે અને તમામ બંધારણિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ગણાય છે.

Most Popular

To Top