Vadodara

રાજ્યના સુકાની દ્વારા રાજ્યની દીકરીની સફળતાનું સન્માન….


રાજ્યના સરળ,સૌમ્ય અને વિકાસ માટે દ્રઢ સુકાની, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે 16 હજાર કિલોમીટર થી લાંબી સફળ સાયક્લ યાત્રાની ગુજરાતને ગૌરવ અપાવનારી સિદ્ધિ માટે એવરેસ્ટર નિશાનું મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું.વડોદરા મેરેથોનના આયોજકો એ આ સમારોહમાં નિશાને ખાસ તેડાવીને,મુખ્યમંત્રી શ્રી ના હસ્તે અભિવાદન કરાવીને એને પ્રોત્સાહિત કરી હતી.
વડોદરાની દીકરી,રાજ્યની દીકરી નિશાકુમારીએ તાજેતરમાં વડોદરાથી લંડનની મહાવિકટ અને પડકારો થી ભરેલી સાયકલ યાત્રા,મુસીબતો થી હતાશ થયા વગર અને વિષમ વાતાવરણ થી ડગ્યા વગર પુરી કરી.આ સાહસમાં તેની સાથે પાલનપુરના અને યુવાનોને સાહસનું પ્રશિક્ષણ આપતા માર્ગદર્શક નિલેશ બારોટે મોટર પ્રવાસ કરીને સાથ આપ્યો હતો.210 દિવસમાં આ અંતર પૂરું કરીને નિશાએ અને નિલેશભાઇએ ચીન સહિત 16 દેશોમાં થી પસાર થતા આ રસ્તા પર આ પ્રકારના સાયકલિંગ અને મોટરિંગ નો અનોખો વિશ્વવિક્રમ બનાવ્યો જેના માટે ઇંગ્લેન્ડની સંસ્થાએ તેમને પ્રમાણપત્ર આપ્યું છે.
નિશા એ જણાવ્યું કે આ પ્રવાસને સરળ બનાવવામાં ભારત સરકાર અને વિદેશ વિભાગે ખૂબ સહયોગ આપ્યો હતો અને મુખમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી હતી.આજે તેમના હસ્તે મોમેન્ટો પ્રાપ્ત કરી ખૂબ પ્રોત્સાહિત થઈ છું.હું આ સન્માન માટે મુખ્યમંત્રીશ્રી,શ્રીમતી તેજલ અમીન અને વડોદરા મેરેથોનના આયોજકો નો હૃદય થી આભાર માનું છું

Most Popular

To Top