Vadodara

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીજીના સન્માનમાં સોમવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર

સરકારી, અર્ધસરકારી ઇમારતો પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે

(પ્રતિનિધિ) વડોદરા તા. 15

ગત તા.12-06-2025 ને ગુરુવારે બપોરે 1:39 કલાકે અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટ થી અમદાવાદ થી લંડન જતી એર ઇન્ડિયા બોઇંગ 787 ના ડ્રીમલાઇનર વિમાન AI171 ટેક ઓફ થયાની ગણતરીની સેકન્ડમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર 230 પ્રવાસીઓ, 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર્સમાથી એક ને બાદ કરતાં તમામના કરુણ મોત નિપજ્યાં હતાં. આ વિમાનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ લંડન પોતાના પત્ની અને દીકરી ને મળવા માટે જઇ રહ્યા હતા તેઓનું મૃત્યુ થતાં રાજ્યમાં શોકનું વાતાવરણ ફેલાયું છે.રાજ્ય સરકાર દ્વારા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણીના સન્માનમાં તા.16-06-2025 ને સોમવારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. સરકારી અને અર્ધસરકારી કર્મચારીએ અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. કોઇપણ સતાવાર મનોરંજન કાર્યક્રમ નહીં થાય. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર તા.16-06-2025 ને સોમવારે રાજકોટ ખાતે કરવામાં આવશે.

Most Popular

To Top