Vadodara

રાજ્યના તમામ ધારાસભ્યો અને શહેર-જિલ્લા પ્રમુખોની હાજરી ફરજીયાત

હર ઘર તિરંગા યાત્રા અંગે ગાંધીનગર કમલમ ખાતે મહત્ત્વની બેઠક

વડોદરા શહેરના જિલ્લાના પ્રમુખ, ધારાસભ્યો પણ આ બેઠકમાં ભાગ લેશે

ગુજરાતભરમાં “હર ઘર તિરંગા યાત્રા”ના આયોજનને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા શુક્રવારના રોજ ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય ખાતે વિશેષ બેઠક યોજવામાં આવશે. પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં રાજ્યના તમામ ધારાસભ્યો, શહેર અને જિલ્લા પ્રમુખોની ફરજીયાત હાજરીના આદેશ આપવામાં આવ્યા છે. કમલમ કાર્યાલય તરફથી મળેલી સૂચનાઓ અનુસાર, પાર્ટીના ઉન્નત રાષ્ટ્રીય અભિયાન ‘હર ઘર તિરંગા’ને સફળ બનાવવા માટે પ્રદેશ સ્તરે આયોજન અને કામગીરીની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં યાત્રાના રૂટ, કાર્યપદ્ધતિ, વોર્ડ અને વિભાગવાર જવાબદારી, તેમજ જનસંપર્કના કાર્યક્રમોની યોજના તૈયાર કરવામાં આવશે. વડોદરા શહેરના તમામ ધારાસભ્યો તેમજ શહેર ભાજપના પ્રમુખ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેઓને યાત્રા અંગેની કામગીરી માટે નિર્ધારિત જવાબદારીઓ આપવામાં આવશે.

આ બેઠક રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ થીમ હેઠળ યોજાનાર યાત્રા થકી પાર્ટી જનસંપર્ક મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહી છે.

Most Popular

To Top