Vadodara

રાજયના ૭૫ લાખ રેશનકાર્ડ ધારકોને QR કોડ વાળા કાર્ડ અપાશે

વડોદરાના 2 50 લાખ રેશન કાર્ડ ધારકોને સમયસર અનાજ મળી શકશે.

રેશનીંગની જાહેર વિતરણ વ્યવસ્થા વધુમાં વધુ સુવિધાજનક બનાવવા માટે રાજય સરકારના પૂરવઠા વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં રાજયમાં હાલ હયાત જૂના રેશનકાર્ડના બદલે નવા બારકોડ વાળા રેશનકાર્ડ આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આ નવા રેશનકાર્ડ સંબંધીત ફોર્મ પણ શક્ય તેટલા જલ્દી ઇશ્યૂ કરી દેવામાં આવશે. તેનો અમલ હવે કરાશે કાર્ડ ધારકો ઘેર બેઠા કાર્ડ મેળવી શકે તે માટે બારકોડ કાર્ડના બદલે ESIGN BAS કયુઆર કોર્ડ વાળા સ્માર્ટ કાર્ડ
ઈસ્યુ કરવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા રેશનીંગના ગ્રાહકોને સ્માર્ટ કાર્ડ યોજના છેલ્લા લાંબા સમયથી વિચારણા હેઠળ હતી. તેના પર અંતે રાજય સરકારે મંજૂરીની મહોર મારી છે.રાજ્ય સરકારના આ નિર્ણયથી રેશનકાર્ડની પ્રક્રિયા એકદમ સરળ ઝડપી અને ડીજીટલ બનશે. જેનો સીધો લાભ રાજયના 75 લાખ અને વડોદરાના 2.50 લાખ રેશનીંગ ગ્રાહકોને સીધો ફાયદો મળશે. નવા સ્માર્ટ રેશનકાર્ડ અંગેની અસરકારક કામગીરી સરકાર દ્વારા આગામી ટુંક સમયમાં જ હાથ ધરવામાં આવનાર છે. વડોદરા જીલ્લામા રેશનીંગનો પુરવઠો પણ હજુ મળી શક્યો નથી.તંત્રની બેદરકારીના કારણે ગરીબ કાર્ડ ધારકો અનાજ ના મળતા ભુખે ટળવળી રહ્યા છે ત્યા રેશનીંગના પુરવઠા પ્રણાલી ચોક્કસ અને સુદ્રઢ બનાવવા માટે સરકાર અને પુરવઠા વિભાગે તાબડતોબ સકારાત્મક પગલા લેવા અત્યંત જરૂરી છે.
રોજના 3 થી 4 હજાર કાર્ડ ધારકોના kyc થાય છે. પુરવઠા વિભાગ.
વડોદરા જીલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ જણાવ્યું હતું કે QR કોડ વાળા સ્માર્ટ રેશનકાર્ડ બાબતે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ પરિપત્ર મળ્યા નથી. હાલ મા શહેરના રેશનકાર્ડ ધારકોના KYC ની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. રોજ ના ત્રણ થી ચાર હાજર કાર્ડ ધારકો ના kyc અપડેટ કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તમામ કાર્ડ ધારકો ના kyc ની કામગીરી પુરી કરી દેવામાં આવશે.

Most Popular

To Top