દેવઉઠી એકાદશી નિમિત્તે ભક્તિભાવથી ઊર્જિત વડોદરા ઉજવાયું; રાત્રે તુલસી વિવાહ તથા ચાંલ્લાની વિધિ યોજાશે



વડોદરા રવિવારે દેવઉઠી એકાદશી નિમિત્તે આજુબાજુના વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. ગાયકવાડ રાજપરિવારની રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડના હસ્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો 216મો ભવ્ય વરઘોડો પૂજન-અર્ચન તથા આરતી બાદ રાજાશાહી ઢબે પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. પરંપરા મુજબ વર્ષોથી આવતો આ ભવ્ય વરઘોડો આજે પણ આનંદ, શાંતિ અને ભક્તિભાવના માહોલમાં નીકળ્યો હતો.



વરઘોડાનું પ્રસ્થાન શહેરના માંડવી સ્થિત વિઠ્ઠલનાથજી મંદિરથી કરવામાં આવ્યું હતું, જે લેહરીપુરા, ન્યાય મંદિર, નવા કારેલીબાગ રોડ તથા બહુચરાજી સ્મશાન બાજુ આવેલી લીંબુવાડી થઈ ગણેશ્વર મહાદેવ સુધી જશે. અહી હરિહર મિલન બાદ પ્રભુની પાલકી સાંજે નિજમંદિરે પરત ફરશે.
વરઘોડામાં ભગવાનની ઝાંખી મેળવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શહેરના મુખ્ય રાજમાર્ગો પર ઢોલ-નગારા, બેન્ડ-બાજા અને પરંપરાગત સ્વરૂપે શોભાયાત્રા નીકળી હતી. વિઠ્ઠલનાથજીની પાલકી પસાર થઈ શકે તે માટે કોર્પોરેશન દ્વારા માર્ગની નીચે આવેલી ગ્રીલ ખસેડી સંતોષકારક રીતે રસ્તો ખુલ્લો મુકાયો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો.
જણે વરઘોડામાં હાજરી આપી હતી તેઓમાં રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડ સાથે અનેક રાજકીય આગેવાનો, સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. એક દાયકા બાદ દેવઉઠી અગિયારસ અને દ્વાદશી એક જ દિવસે આવતાં આજે વિઠ્ઠલનાથજી સાથે ભગવાન રામજી અને રણછોડજીના વરઘોડાઓ પણ એકસાથે નીકળ્યા હતા, જેને કારણે શહેરનો ભક્તિમય વાતાવરણ વધુ ઊર્જાવાન બની ગયો હતો.

– સાંજે તુલસી વિવાહ અને ચાંદલાની વિધિ…
સાંજે 9 થી 11 વાગ્યા સુધી વિઠ્ઠલનાથજીનો તુલસી વિવાહ અને 11 થી 12 વાગ્યા સુધી પરંપરાગત ચાંલ્લાની વિધિ યોજાશે. આ આયોજન વડોદરાના ધાર્મિક અને સાંસ્કૃતિક વૈભવને ઉજાગર કરતું ભવ્યોત્સવ ભર્યું વાતાવરણ બની રહેશે.
વરઘોડામાં જોડવાથી અષ્મેઘ યજ્ઞ નું પુણ્ય પ્રાપ્ત થાય …
વરઘોડા દરમિયાન હરિ ઓમ વ્યાસે માહિતી આપતાં જણાવ્યું હતું કે હાલમાં વરઘોડો માંડવી વિસ્તારમાં પહોંચ્યો છે અને ભક્તોને દર્શન આપી આગળ વધી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે આજે ચતુરમાસ પૂર્ણ થવાના અવસરે ભગવાન વિઠ્ઠલનાથજી શુભ વિવાહ કરી લોકજીવનના નવા શુભ કાર્ય માટે આશીર્વાદ આપે છે. આ વરઘોડામાં જોડાઈ પ્રભુના નામનો સ્મરણ કરનારને અષ્મેઘ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે.