Vadodara

રાજમહેલ રોડ માળી મહોલ્લામાં બિલ્ડરે કાંસ ઉપર કરેલું બાંધકામ દૂર કરવા માંગ



બિલ્ડર ધીરુભાઈ દ્વારા કાસ પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા સ્થાનિક લોકો માં રોષ

પાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારીઓ પર કાર્યવાહી કરવા માંગ

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર માળી મહોલ્લાના રહીશોએ બિલ્ડર દ્વારા કાસ પર બાંધકામ કરવામાં આવતા પાણી ભરાઈ જતું હોવાથી આજે પાલિકા વિરુદ્ધ દેખાવો કરી સૂત્રોચાર કર્યા અને બાંધકામ દૂર કરવામાં ન આવે તો ભૂખ હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


વડોદરા શહેરના રાજમહેલ રોડ પર માળી મોહલ્લામાં માળી સમાજના આઠ ઘર આવેલા છે. જેમને સરકાર તરફથી સુખકારી રસ્તાની સુવિધા આપવામાં આવી છે. આ રસ્તો ગાયકવાડ સમયથી છે. પણ બિલ્ડર ધીરુભાઈ દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે જે બાંધકામ થકી સમાજનો અવર-જવરનો રસ્તો બંધ કરવાની હિલચાલ શરૂ કરાઈ છે. ત્યારે સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ બિલ્ડર દ્વારા કાસ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા ચોમાસા દરમિયાન સમાજના મકાનોમાં ચાર ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જતું હોય છે અને રાજસ્થંભ, રાજરત્ન સોસાયટી તથા રાજદીપ સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જાય છે. જેથી કાસ પર કરવામાં આવેલું બાંધકામ તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે અને ટાઉન પ્લાનિંગ અધિકારી ઉપર ખાતાકીય તપાસ કરવામાં આવે કે પરમિશન કેવી રીતે આપવામાં આવી છે.રસ્તો ન મળે તો કોર્પોરેશનની ઓફિસમાં માળી સમાજ આઠ પરિવાર સાથે ભૂખ હડતાલ ઉપર જવાની ચીમકી માળી સમાજ દ્વારા આપવામાં આવી હતી.

ટાઉન પ્લાનિંગના અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ

સમાજ પ્રમુખ રાજેશ માળીએ જણાવ્યું હતું કે બિલ્ડર દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને કાસ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી અમારા માળી સમાજનો અવાર-જવર કરવાનો રસ્તો બંધ કરી દેવાનું કાવતરું રચાઇ રહ્યું છે .જેના કારણે આજે કલેકટરને રજૂઆત કરી કે અમને આવવા જવા માટેની સુવિધા આપવામાં આવે. આ પ્રોપર્ટી અમારા સમાજને ગાયકવાડ તરફથી આપી છે આ પ્રોપર્ટી માં સો વર્ષથી અમારો સમાજ રહે છે. જે તે વખતે ગાયકવાડે પ્રોપર્ટી વેચી તેમાં ઉલ્લેખ કરેલો છે કે અમારા સમાજને અવરજવર કરવા માટે રસ્તો આપવો. તેમ છતાં દસ વર્ષથી ચોમાસા દરમિયાન અમારા ઘરોમાં ચાર ચાર ફૂટ પાણી ભરાય છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે કાશી વિશ્વનાથ તળાવ ઉપરથી બાંધકામ કરવાની પરમિશન આપી જેના કારણે અમારે ચોમાસા દરમિયાન પાણી ભરવાથી હેરાન થવું પડતું હોય છે. જેથી ટાઉન પ્લાનિંગના અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

Most Popular

To Top