રાજપીપળા: રાજપીપળા નગરપાલિકાના શાસકોએ હરસિધ્ધિ માતાના મંદિર સામેથી લારી ગલ્લા હટાવતા ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા છે. રાજપીપળાના લારી ગલ્લાવાળાઓ સાથે રેલી કાઢી ધારાસભ્ય નગરપાલિકા કચેરીએ વિરોધ કરવા પહોંચ્યા હતા.
રાજપીપળામા વાહનોના પાર્કિંગની મસમોટી સમસ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ ની સહુથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા જોવા દરરોજ હજારો પ્રવાસીઓ આવતા હોય છે. રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક હોય તેમજ રાજપીપળા ખાતે પ્રસિધ્ધ હરસિદ્ધિ માતાજી નું મંદિર, પેલેસ સહીતના અન્ય આકર્ષણો પ્રવાસીઓ જોવા માટે આવતા હોય છે . ત્યારે વાહનોના પાર્કિંગની ગામ માં બહુજ મોટી સમસ્યા હોય મંદિર ખાતે દર્શને આવતા લોકો માટે મંદિર સામે જ પાર્કિંગ ની જગ્યા ઉભી કરવામાં આવી હતી. આ જગ્યા પર લારી ગલ્લા ગોઠવાયા હતા. જેથી ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા ઉભી થતાં રાજપીપળા પોલીસ અને નગરપાલિકાએ લારી ગલ્લાના દબાણો દુર કર્યા હતા અને લારી ગલ્લા વાળાઓને એ જગ્યાએ ફુડ પાર્ક બનાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતુ. જેના પર કોઇજ ભરોસો લારી ગલ્લા વાળાઓને ના હોય આ બાબત ની રજુઆત સાથે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પાસે પહોંચતા તેઓ લારી ગલ્લાં વાળાઓની વહારે રાજપીપળા સુધી દોડી આવ્યા હતા અને રેલી કાઢી નગરપાલીકા ખાતે પહોંચી ચીફ ઓફિસર ને રજુઆત કરી હતી.
રાજપીપળા નગરપાલિકા અને પોલીસ દ્રારા હરસિધ્ધિ માતાના મંદિર સામે પાર્કિંગની જગ્યામા ગેરકાયદેસર રીતે દબાણો કરી ગોઠવવામાં આવેલા લારી ગલ્લા દુર કરાતા નગરપાલિકાના કેટલાક સદસ્યોમા ભારે નારાજગી જોવા મળી હતી. લોકો પણ ભારે નારાજ થયાં હતા. ત્યારે મોટા ભાગે હરસિધ્ધિ માતાના મંદિર સામે જે લારી ગલ્લાં ઉભા રાખતા તે લોકો માછી સમાજના હોય મામલો બિચક્યો હતો, રાજપીપળાના સી .ઓ. મુસ્કાન ડાંગર અને કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલે એ જગ્યાએ ફુડ કોર્ટ બનાવવાની વાત કરી હતી. પરંતુ આ બાબતને લઈને વિશ્વાસ ન હોય અને જે જમીન પર લારી ગલ્લાં હતાં એ જમીન જ નગરપાલીકા ની માલિકી ની હોય કે ના હોય ની શંકા કુશંકા ફેલાયેલી હોઈ ને લારી ગલ્લાં જે હટાવ્યા તેની જાણ દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ને કરવામા આવતા તેઓ આજરોજ રાજપીપળા ખાતે દોડી આવ્યા હતા. તેમની સાથે નર્મદા જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, રાજપીપળા નગર પાલિકા ના પુર્વ પ્રમુખ મહેશ વસાવા સહીત સેંકડોની સંખ્યા માં લોકો જોડાયા હતા. અને રેલી સ્વરૂપે હરસિધ્ધિ મંદિર પાસેથી નગરપાલીકા ખાતે પહોંચ્યા હતા. જ્યાં નગરપાલીકા મા પ્રવેશ મામલે પોલીસ સાથે ચકમક ઝરી હતી.રાજપીપળા નગર પાલિકા ના પ્રોબેસનરી ચીફ ઓફિસર મુસ્કાન ડાંગર ને લારી ગલ્લા વાળાઓ સહીત ચૈતર વસાવા એ રજુઆત કરી હતી