Vadodara

રાજકોટમાં રૂ.300 કરોડના ખર્ચે પાંચ હજાર વડીલો માટેનું વિશ્વનું સૌથી મોટુ નિ:શુલ્ક સદભાવના વૃદ્ધાશ્રમ આકાર લેશે

આગામી 23 નવેમ્બર થી 01 ડિસેમ્બર,2024 સુધી પ.પૂ.મોરારીબાપુ ની રામકથાનું આયોજન


રાજકોટ જામનગર હાઇવે ઉપર રામપર ખાતે ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ ની ભાવના ચરિતાર્થ કરવા માટે માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના સેવાભાવી અને દાતાઓના સહયોગથી’સદભાવના વૃદ્ધાશ્રમ’ ના નવા પરિસર નું 30 એકરમાં નિર્માણ થવા જ ઇ રહ્યું છે. આશરે ત્રણસો કરોડના ખર્ચે પાંચ હજાર વડિલો માટે આ આધુનિક સુવિધાઓ સભર આશ્રમ તૈયાર થઇ રહ્યું છે. અહીં 11માળના 7 બિલ્ડિંગમાં પાંચ હજાર નિરાધાર, પથારીવશ, બિમાર વડીલો માટે 1400 જેટલાં રૂમો તૈયાર કરવામાં આવશે.સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં આગામી 23નવેમ્બર થી 01 ડિસેમ્બર,2024 સુધી પ.પૂ.મોરારીબાપુ ની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છેઆ વૃદ્ધાશ્રમમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ, પુસ્તકાલય, કસરતના સાધનો, યોગ રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનિટી હોલ, બગીચા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે સાથે સાથે અહીં ત્રીસ લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વૃક્ષારોપણ કરાશે 1600 કર્મચારીઓ દ્વારા આ વૃક્ષોનું જતન કરાશે. નિશુલ્ક હોસ્પિટલ પણ ચલાવવામાં આવશે. અહીં મેડિકલ સ્ટોરમાંથી 15% થી 60% સુધી દવાઓ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ અંગે આજરોજ પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી તથા કોઓર્ડિનેટર મિતલભાઇ દ્વારા આપવામાં આવી હતી. ભાજપના પ્રવકતા જયેશભાઈ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top