Vadodara

રાજકીય વગ ધરાવતા ઈ બાઈકના સંચાલકો કાયદા અને નિયમોને ઘોળીને પી ગયા….

આજરોજ વડોદરા પાલિકા તથા ફાયર વિભાગ એ આજવા રોડ પર આવેલી ઇ બાઇક કંપનીને સિલ કરી હતી.

વડોદરા શહેરના આજવા રોડ પર થોડા સમય પેહલા ઇ બાઈકની કંપની માં શોર્ટ સર્કિટના કારણે ખૂબ મોટી આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યાર બાદ વડોદરા પાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈ અનેકવાર નોટિસો આપ્યા પછી પણ ઇ બાઇકના સંચાલકો દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવીના હતી ત્યારે આજરોજ વડોદરા પાલિકા તથા ફાયર વિભાગ એ આજવા રોડ પર આવેલી ઇ બાઇક કંપનીને સિલ કરી હતી. માનવામાં આવે છે કે નોટિસ આપ્યા પછી પણ કંપનીમાં કર્મચારીઓ પાછલા ગેટથી અવરજવર થતી હતી અને કંપનીમાં કામ ચાલતું જાણવા મળ્યું હતું. આ ઇ બાઇકની કંપનીને વુડા દ્વારા પણ ગેરકાયદેસર બાંધકામ બાબતે નોટિસ આપી હતી જે કંપનીનો અમુક ભાગ ટીપી રોડ લાઈનમાં વધવામાં આવ્યો હતો. છતાં કંપનીના સંચાલકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું ના હતું અને ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા પણ ન કરી હોવાથી આજ રોજ પાલિકા તથા ફાયર વિભાગ દ્વારા કપનીના મેન ગેટને સિલ કરવામાં આવ્યું હતું .
આટલો મોટો અગ્નિનો અકસ્માત અને ગેરકાયદેસર બાંધકામ છતાં આ કપની સંચાલકો પર કોણ આશીર્વાદ છે એ સમજાતું નથી. સામાન્ય વેપારીને પેહલીજ વારમાં દુકાન કે ઓફીસ પર સિલ મારી દેવામાં આવે છે ત્યારે આજવા રોડ પર આવેલી ઇ બાઇક ના સંચાલકો પર અધિકારીઓ કે મોટા રાજકારણીઓ નો સહકાર હોવાનું મનાય છે.

Most Popular

To Top