Vadodara

રાજકારણીના ઇશારે ધરપકડ કરાયેલા વેપારી જામીન પર મુક્ત

રાજકીય દબાણ હેઠળ પોલીસે વેપારીની ધરપકડ કરી પરંતુ ન્યાય તંત્રે વેપારીને મુક્ત કર્યા

પુરમાં પાંગળા સાબિત થયેલા રાજકીય નેતાએ પોતાને મળેલા જાકારાનો ગુસ્સો વેપારી પર ઉતારી પ્રજાને ધાકમાં લેવા પ્રયાસ કર્યો
પ્રતિનિધિ વડોદરા તા.4
પૂરના પાણીમાં વ્યાપક નુક્સાન જવા સાથે ચાર દિવસ સુધી વીજળી પાણી, ભોજન સહિતના વિવિધ મુશ્કેલીઓના કારણે જાહેર જનતામાં ભારે આક્રોશ ફેલાયો હતો. જેમાં પાણી ઓસર્યા બાદ જશ ખાટવા માટે ગયેલા રાજકારણી સામે રોષ ભરાયેલા એક નાગરિકે કથિત રીતે ટાટિયા તોડી નાખવાની ધમકી સાથે અભદ્ર ઇશારો સોશિયલ મીડિયા પર સમક્ષ કર્યો હતો. રાજકારણીને લોકો પાસેથી મળેલા જાકારાનો જાણે વેપારી સાથે બદલો ચુકવ્યો હતો તેમ ફરિયાદ નોંધાવી જનઆક્રોશ દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ મુદ્દા પર રાજકારણ રમ્યા હતા. રાજકીય દબાણ કરીને ક્રાઇમ બ્રાન્ચમાં વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવડાવી ધરપકડ કરાવી હતી અને પરંતુ કોર્ટમાં તમામને ન્યાય મળે છે તેમ પોલીસ દ્વારા વેપારીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન પર મુક્ત કર્યો હતો.
વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે ભારે પૂર આવવાના કારણે શહેરના તમામ વિસ્તાર પાણીથી જળબંબોળ બની ગયા હતા. જેના કારણે ઘણા લોકો પાણીના કારણે તેમના ઘરોમાં ફસાઇ ગયા હતા. ત્રણ ચાર દિવસ સુધી વીજળી પાણી અને ખોરાક વગર રહેવું પડ્યું હતું. સૌથી દયનીય હાલતમાં સમા અને હરણી વિસ્તારની થઇ હતી. પરંતુ પાણીમાં એક પણ રાજકીય નેતાઓ ફુડ પેકેટ લઇને તો દૂર લોકોને જોવા સુદ્ધા આવ્યા ન હતા. જેના કારણે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. પાણી ઓસર્યા બાદ માત્ર જશ ખાટવા માટે આવેલા રાજકારીઓને લોકોએ રીતસર ભગાવ્યા હતા. ત્યારે હરણી વિસ્તારમાં રોષે ભરાયેલા વેપારીએ એક રાજકારણી વિરુદ્ધ કથિત રીતે ટાટિયા તોડી નાખવાની ધમકી આપવા સાથે અભદ્ર ઇસારો કર્યો હતો. ત્યારે વેપારીઓ આક્રોશમાં ભાન ભુલાઇ ગયું હતું. પરંતુ આ સૌથી વધુ માઠુ આ વિસ્તારના રાજકારણીને લાગ્યું હતું. તેમને અનેક જગ્યા પરથી જાકારો મળ્યો હોય અને લોકોએ તેમને ખદેડ્યા હોવાથી તેને બદલો ફાયર સેફ્ટીના સાધનોના વેપારી કુલપદી ભટ્ટ સાથે વાળ્યો અને અન્ય લોકો પણ તેમનો વિરોધ ના કરે તે માટે એફઆઇઆર કરીને જનઆક્રોશને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા રાજકીય નેતાના દબાવણવશ થઇને વેપારી કુલદીપ ભટ્ટની ધરપકડ કરાઇ હતી. બુધવારના તેને કોર્ટમાં કુલદીપ ભટ્ટ દ્વારા મુકાયેલા જામીન અરજી મંજૂર કરીને તેમને મુક્ કરવામાં આવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં છુટી જાય તેવો કેસ હોવા છતાં પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાયો
પૂરના ભોગ બનેલા લોકોએ રાજકીય નેતાઓ પર રોષ ઠાલવ્યો હતો. જેમાં હરમી વિસ્તારમાં રહેતા અને રોષે ભરાયેલા વેપારી કુલદીપ ભટ્ટ પણ આક્રોશમાં આવી રાજકારણીને ટાટિયા તોડી નાખવાની ધમકી આપી અને અભદ્ર ઇશારા કરવાના આરોપ બદલ ક્રાઇમ બ્રાન્ચે નેતાના રાજકીય દબાણ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. ખરેખર પોલીસ સ્ટેશનમાંથી છુટી જાય તેવો કેસ હોવા છતાં તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તાત્કાલિક કેસ કાગળ જોઇને જામીન પર મુકત કરવાનો આદેશ કર્યો હતો. હિતેશ ગુપ્તા, એડવોકેટ


ફરિયાદ આપનારનું નામ પુછતા પોલીસ કમિશનરે વાત ટાળી
પૂરગ્રસ્ત વેપારી યુવક દ્વારા રાજકીય નેતાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા હોવાની વીડિયો સ્થાનિક ચેનલ દ્વારા સોશિયલ મીડિયા પર બતાવવામા આવ્યો હતો. જેના કારણે રાજકારણી દ્વારા મીડિયાને પણ દબાવવાનો પ્રયાસ કરીને પોલીસને પ્રેસર કર્યું હતું અને આરોપીની જેમ ક્રાઇમ બ્રાન્ચમાં નિવેદન માટે બોલાવાયા આવ્યા હતા. ત્યારે બુધવારે મીડિયા કર્મીઓએ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારને આવેદન આપ્યું હતું મીડિયા સાથે થયેલી કરતૂત અંગે રજૂઆત કરી હતી. મીડિયા દ્વારા કમિશનરને વેપારી અભદ્ર ઇશારો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવનારના નામ અંગે પૂછપરછ કરતા કમિશનર પર રાજકીય પ્રેસર હોય તેઓએ ફરિયાદીનું નામ ન જણાવી વાત કરવાનું ટાળ્યું હતું. આ કોઈ બહુ સંવેદનશીલ મુદ્દો નહિ હોવા છતાં પોલીસ કમિશનરની ફરિયાદીની ઓળખ છુપાવવાની ચેષ્ઠાથી પોલીસ રાજકીય આકાઓના ઇશારે કામ કરી રહી હોવાનું સ્પષ્ટ થાય છે.

Most Popular

To Top