Vadodara

રવિવારે વહેલી પરોઢે વરસાદ વચ્ચે ફતેપુરાના સ્વામિનારાયણ મંદિર પાસે વૃક્ષ ધરાશયી થતાં ચાર રીક્ષા દબાઇ

શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે રવિવારે વહેલી પરોઢે વરસાદ વચ્ચે ફતેપુરા ભાંડવાડા સ્વામિનારાયણ મંદિર પાસે વૃક્ષ ધરાશયી થતાં ચાર રીક્ષા દબાઇ

સદનસીબે કોઇ જાનહાનિ કે ઇજા થવા પામી ન હતી, આશરે 15 વર્ષ જૂનું વૃક્ષ ધરાશયી થઇ ગયું હતું

(પ્રતિનિધિ) વડોદરા તા.21

શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે રવિવારે વહેલી પરોઢે આશરે પાંચ વાગ્યે ફતેપુરા ભાંડવાડા સ્થિત સ્વામિનારાયણ મંદિર પાસે અંદાજીત 15 વર્ષ જૂનું વૃક્ષ ધરાશયી થતાં નીચે પાર્ક કરેલી ચાર જેટલી રીક્ષાને નુકસાન થયું હતું.જો કે સદનસીબે વરસાદ અને વહેલી સવારે કોઇ આસપાસ ન હોવાથી કોઇને ઇજા કે જાનહાનિ થવા પામી ન હતી.સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વૃક્ષને કાપીને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

શહેરમાં શુક્રવારે બપોર થી વરસાદ શરૂ થયો હતો શનિવારે મોડી રાત્રે એટલે કે રવિવારે વહેલી પરોઢથી શહેરમાં અવિરત વરસાદ વરસ્યો હતો તે દરમિયાન સવારે આશરે પાંચ વાગ્યે વરસાદ વચ્ચે શહેરના ફતેપુરા ભાંડવાડા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે આશરે 15 વર્ષ જૂનું એક વૃક્ષ ધરાશયી થયુ હતું જેના કારણે નીચે પાર્ક કરેલી ચાર જેટલી ઓટો રીક્ષા ને નુકસાન થયું હતું. જો કે સદનસીબે વહેલી સવારે અને વરસાદ ને કારણે આસપાસ કોઇ ન હોવાથી મોટી દુર્ઘટના એટલે કે ઇજા કે જાનહાનિ થતાં બચી હતી.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડ ને કંટ્રોલ રૂમ ખાતે જાણ કરતાં દાંડીયાબજાર ફાયરબ્રિગેડ ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પડી ગયેલ વૃક્ષને કાપીને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી અને દબાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા કે, પ્રિમોન્સૂનની કામગીરી અંતર્ગત કે સ્થાનિકોની તોતિંગ વૃક્ષની છટણી કરવાની અનેકવાર પાલિકા તંત્રને રજૂઆત કરી હોવા છતાં પાલિકા તંત્રે કોઇ કાર્યવાહી ન કરતાં વાહનોને નુક્સાન થયું છે સદનસીબે કોઇ વ્યક્તિ ત્યારે હાજર ન હોય મોટી દુર્ઘટના ટળી હતી. વધુમાં સ્થાનિકોએ તથા નુકસાન થયેલ વાહન માલિકોએ પાલિકાની બેદરકારી ને કારણે વાહનોને નુક્સાન થયું હોય નુકશાની વળતર આપવાની અથવા તો કોર્ટ મારફતે ન્યાય મેળવવાની માંગણી સાથે ચિમકી ઉચ્ચારી હતી.

Most Popular

To Top