Vadodara

રવિવારે રાત્રે શહેરભરમાં ભાજપના ઝંડા લગાવાયા, વિપક્ષનો ‘દુરુપયોગ’નો આક્ષેપ; પાલિકાના ઈજનેરે કર્યો ખંડન

​શહેરમાં રવિવારની રાત્રે ભાજપ ના અંગત કાર્યક્રમને અનુલક્ષીને શહેરભરમાં પક્ષના ઝંડા લગાવવાનું કાર્ય ચાલી રહ્યું હતું, જે દરમિયાન વિવાદ સર્જાયો હતો. વિપક્ષના એક કાર્યકરે આ કામગીરી કરી રહેલા કામદારોનો વીડિયો ઉતારીને ગંભીર આક્ષેપો કર્યા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે સત્તાપક્ષ ભાજપ પાલિકાના કર્મચારીઓ તેમજ પાલિકાના સાધનોનો દુરુપયોગ કરી રહી છે.
જોકે, આ મામલે પાલિકાના કાર્યપાલક ઇજનેર ભરત રાણાએ વિપક્ષના આ આરોપોને સદંતર ખોટા ઠેરવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાલિકામાં જે કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે, તેમની પાસે અન્ય કામગીરી માટે વધારાનો સ્ટાફ ઉપલબ્ધ હોય છે. આ સ્ટાફ અન્ય સ્થળોએ પણ કામ કરી શકે છે.
​ઇજનેર રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, “જે કોન્ટ્રાક્ટરોનો પાલિકામાં કામકાજ ચાલી રહ્યું હોય, તેમની પાસે અન્ય સાધનો પણ હોય છે, જેથી તેઓ બીજા કામો પણ લઈ શકે. આમાં પાલિકા કોઈ પગલાં લઈ શકે નહીં.” તેમણે ઉમેર્યું હતું કે, “જાણકારી વગર આક્ષેપો લગાવવામાં આવ્યા હોય તેમ લાગે છે.” કાર્યપાલક ઇજનેરના આ ખુલાસા બાદ વિપક્ષના ‘દુરુપયોગ’ના આરોપો પાયાવિહોણા સાબિત થયા છે. :- પાલિકાના કાર્યપાલક ઇજનેર ભરત રાણા

વડોદરા ભાજપ પર વિપક્ષના આક્ષેપો પાયા વિહોણા, પાલિકાના સાધનોના દુરુપયોગનો ઇન્કાર

​વડોદરા વિરોધ પક્ષના કાર્યકર દ્વારા ગઈકાલે રાત્રે એક વીડિયો વાયરલ કરીને સત્તાધારી પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે પાલિકાના કર્મચારીઓ અને સાધનોનો ઉપયોગ ભાજપ દ્વારા પક્ષના કામ માટે કરવામાં આવી રહ્યો છે. જોકે, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોનીએ આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે.
​વિપક્ષના વાયરલ વિડિયોના જવાબમાં શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “અમે કોઈ પણ પ્રકારના પાલિકાના સાધનો કે કર્મચારીઓનો ઉપયોગ અમારી પાર્ટીના કામ માટે કર્યો નથી. અમારી પાર્ટીના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વડોદરા આવી રહ્યા હોવાથી તેમના સ્વાગત માટે આખું વડોદરા ઉત્સાહભેર તૈયારી કરી રહ્યું છે. અમે આ કામ માટે એક એજન્સી રોકી છે અને તે એજન્સી દ્વારા જ તમામ કામગીરી કરવામાં આવી રહી છે. વિપક્ષના આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે.”
​શહેર ભાજપ પ્રમુખ:_ જય પ્રકાશ સોની

Most Popular

To Top