મની શાળામાં 157 ઓ પી ડી કેસો જોવામાં આવ્યા.જેમાં 20 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા
ગામમાં હવે રોગચાળો વધે નહી તે માટે સાફ સફાઈ કરી તમામ વિસ્તારો સ્વચ્છ કરવા તાકીદ
ગામમાં જ્યાં લીકેજ છે તેને તાત્કાલિક રીપેર કરી પાણીજન્ય રોગ ન થાય તે માટે તકેદારીના તમામ પગલાં લેવા આદેશ.
માતર તાલુકાના નાનકડા રતનપુર ગામે છેલ્લા બે દિવસથી ઝાડા ઉલટીની માંદગીના કારણે રોગચાળો વકરતાં ગામમાં આરોગ્ય બાબતે ગ્રામજનોમાં મોટી ચિંતા સાથે સ્થાનિક ગ્રામ પંચાયત વહીવટ મામલે આક્રોશ વ્યાપ્યો છે. જોકે જીલ્લા અને તાલુકા વહીવટ તંત્રએ રોગચાળો વધુ ના વકરે તે માટે તાબડતોબ કામગીરી શરૂ કરી દીધી છે. જીલ્લા તાલુકાના ઉચ્ચ અધિકારીઓએ રતનપુર ગામની તાત્કાલિક મૂલાકાતે પહોંચી જઈને દર્દીઓ તેમજ ગામમાં રોગચાળાની સ્થિતિ અંગે જાણકારી મેળવીને રોગચાળો કાબુમાં લેવા માટે ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રતનપુર ગામે ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો જોતા ખેડા જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, સી.ડી.એચ.ઓ, તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક સારવાર સહિત યોગ્ય આરોગ્ય લક્ષી સર્વે ની સ્થિતિ બાબતે જાણકારી મેળવીને પરિસ્થિતિ માટે જવાબદાર તમામ સામે પગલાં ભરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.