Singvad

રણધીપુર પોલીસ સ્ટેશનના સરકારી વાહનને ધક્કા  મારીને ચાલુ કરતા પોલીસ જવાનો                       

સીંગવડ:  સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ સ્ટેશનના સરકારી વાહનને ધક્કા મારીને પોલીસ કર્મચારીઓ ચાલુ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.                                                રણધીપુર પોલીસ સ્ટેશનમાં 71 ગામો આવેલા હોય અને આ 71 ગામોમાં અવારનવાર કોઈ બનાવો બનતા હોવાના લીધે રણધીપુર પોલીસ દ્વારા તેમના સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રણધીપુર પોલીસ સ્ટેશનને બે સરકારી વાહનો આપેલા છે. પરંતુ તેમાં પણ એક વાહન બિલકુલ ખખડધજ હાલતમાં હોવાના લીધે આ વાહન અવારનવાર બગડી જતા હોવાના લીધે રણધીપુર પોલીસ દ્વારા રાત મધરાતે પેટ્રોલિંગ કરતા હોય તેવા સમયે આ સરકારી વાહન અધવચ્ચે રહી જાય તેવી હાલતમાં છે. આ સરકારી વાહનને રણધીપુર પોલીસ દ્વારા ધક્કો મારીને ચાલુ કરવા માટે ના પ્રયત્નો કરવા છતાં સરકારી વાહન ચાલુ નહીં થતાં તેને એક સાઈડમાં મૂકવાનો વારો આવ્યો હતો.

રણધીપુર પોલીસ સ્ટેશન ને નવુ વાહન  આપવામાં આવે તો અધિકારીઓ કોઈ પણ જગ્યાએ બનાવ બને તો તાત્કાલિક પહોંચી શકે અને તેમનું કામ કરી શકે તેમ છે. આ જુના સરકારી વાહનને બદલે નવું વાહન આપવામાં આવે તો તે રણધીપુર પોલીસ સ્ટેશન માટે ઉપયોગી બની શકે તેમ છે.

Most Popular

To Top