સિંગવડ: રણધીપુર પોલીસ દ્વારા ડીજે સંચાલકોની મીટીંગ નું આયોજન કરીને ડીજે વગાડવાનો સમય નક્કી કરવામાં આવ્યો તથા ડ્રોન કેમેરા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાવભર્યું વાતાવરણ ચાલી રહ્યું હોય અને ગુજરાત સરકાર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય તેને ધ્યાનમાં રાખીને રણધીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.કે ચૌધરી દ્વારા ડીજે સંચાલકોની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં ડીજે ને સવારે 7 થી સાંજના 7 સુધી વગાડવા માટે તથા ડ્રોન કેમેરા અને અવાજ કરતા ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેના માટે પણ જાણકારી આપવામાં આવી હતી. ડીજે સંચાલકોને ડીજે રાત્રીના સાત વાગ્યા પછી વગાડતા પકડાશે તો તેના સામે ગુજરાત સરકારના જાહેરનામા ભંગની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ ડ્રોન કેમેરા કે અવાજ વાળા ફટાકડા ફોડતા પકડાશે તો તેના સામે પણ ગુજરાત સરકારના જાહેરનામા ભંગનો કાયદો લગાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.