સિંગવડ : દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેલવે યુનિટ નું લોકાર્પણ તથા બીજા અનેક કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાને જાહેર સભાને પણ સંબોધી હતી. તેવામાં કોઈ વિરોધ પાર્ટીના નેતાઓ વિરોધ ના કરે તેને ધ્યાનમાં રાખીને રણધીપુર પોલીસ દ્વારા આપના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારીયા તથા સિંગવડ તાલુકા આપ પ્રમુખ પ્રવીણભાઈ ડામોર બંનેને સવારે 7 વાગ્યાથી સાંજે 4:00 કલાક સુધી રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે નજર કેદ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ડર હતો કે આ મનરેગા કૌભાંડ થયું છે તેનો વિરોધ ના થાય તે માટે એમને નજરકેદ કરવામાં આવ્યા હતા.